’IPL-2026’ 26 માર્ચથી થશે શરૂ, 31 મેના યોજાશે ફાઈનલ મુકાબલો

વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL ની આગામી સીઝનને લઈને ઉત્તેજના ચરમસીમા પર છે. આજે અબુ ધાબીમાં ખેલાડીઓની મીની-હરાજી યોજાવાની છે. તે પહેલાં જ ટુર્નામેન્ટના…

વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL ની આગામી સીઝનને લઈને ઉત્તેજના ચરમસીમા પર છે. આજે અબુ ધાબીમાં ખેલાડીઓની મીની-હરાજી યોજાવાની છે. તે પહેલાં જ ટુર્નામેન્ટના આયોજનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ’ક્રિકબઝ’ના અહેવાલ મુજબ, અબુ ધાબીમાં મળેલી ફ્રેન્ચાઇઝી મીટિંગ દરમિયાન લીગના સીઈઓ હેમાંગ અમીને તમામ ટીમોને જાણ કરી દીધી છે કે આગામી સીઝન 26 માર્ચથી શરૂૂ થશે. આ જાહેરાતથી ટીમોને પોતાની રણનીતિ ઘડવામાં મદદ મળશે.

આ લાંબી ટુર્નામેન્ટ મે મહિનાના અંત સુધી ચાલશે. BCCI ના આયોજન મુજબ, 31 મે, 2026 ના રોજ ફાઈનલ મેચ રમાશે. સામાન્ય રીતે IPL ની પરંપરા રહી છે કે ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગત વર્ષના ચેમ્પિયન (ડિફેન્ડિંગ ચેમ્પિયન) ના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. જોકે, બેંગલુરુનું ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઓપનિંગ મેચનું યજમાન બનશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ તારીખો લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

આ વર્ષે ક્રિકેટ કેલેન્ડરમાં એક અનોખી ઘટના પણ જોવા મળશે. ઇતિહાસમાં પ્રથમ વખત IPL અને પાકિસ્તાન સુપર લીગ (PSL) ની શરૂૂઆત એક જ તારીખે થઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન મોહસીન નકવીએ જાહેરાત કરી છે કે ઙજક 2026 પણ 26 માર્ચથી શરૂૂ થશે. આમ, વિશ્વની બે મોટી ક્રિકેટ લીગ વચ્ચે સમયપત્રકનો સીધો ટકરાવ (Clash) થશે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *