SVUM આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો કાલથી પ્રારંભ

  સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 80 ફુટ રોડ પર અમુલ સર્કલ નજીક આવેલ આજી વસાહત પાસેના એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે તા.11 થી 13 માર્ચ સુધી…

 

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 80 ફુટ રોડ પર અમુલ સર્કલ નજીક આવેલ આજી વસાહત પાસેના એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે તા.11 થી 13 માર્ચ સુધી ત્રિદિવસીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશની 90 થી વધુ કંપનીઓ ભાગ લેશે. સ્ટાટરઅપ્સ અને મહીલા ઉધમીને પણ સ્ટોલ્સ ફાળવવામાં આવેલ છે. ત્રણ દિવસમાં 25 હજારથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે. ઉદ્યોગ મેળાનું ઉદઘાટન આર્શ વિદ્યા મંદિરના સ્થાપક સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરાશે.

અતિથિ તરીકે ઇફકોના અધ્યક્ષ દિલીપભાઇ સંઘાણી, ડીજીએફટી ડેપ્યુટી રોહીત સોની, જય શાહ, રિપબ્લીક ઓફ કાક્રોના ડો.રોડ્રિગ જયુડીકેલ, ડો.હેમાંગ વસાવડા અને સંઘ કાયા ફાઉન્ડેશનના પ્રમુખ અજય પ્રશીલ રત્ન ગૌતમ ઉપસ્થિત રહેશે.

દર વર્ષની માફક આ વર્ષે પણ લગભગ 100 જેટલા વિદેશી બિઝનેસમેન અને વુમન ભાગ લેશે જેમાં મુખ્યત્વે એ ગ્રીકચર ઇક્વિપમેન્ટ્સ ઇમ્પ્લિમેન્ટ્સ, સબમર્સીબલ પમ્પ્સ અને ફૂડ પ્રોસેસિંગ મશીનરીઝ, ઓટો અને એન્જિન પા ર્ટ્સ, બિલ્ડીંગ મટીરીઅલ અને મશીનરી, કેમિકેલ, ક્ધફેશનરી, કોસ્મેટિક, કોસ્મેટિક અને બ્યુટીકેર, એન્જિનિયરિંગ એસેસરીઝ, ફૂટવેર, ફર્નિચર, હર્બલ પ્રોડક્ટ્સ, હોસ્પિટલ ઇક્વિપમેન્ટ્સ, હાઉસહોલ્ડ આઇટમ્સ, ઇરીગેશન અને વો ટર સિસ્ટમ, જ્વેલરી અને લાઈફ સ્ટાઇલ, કીટચનવેર, કિચન ઇક્વિપમેન્ટ્સ અને વાસણો, મેડિકલ ટુરિઝમ, માઇ નિંગ અને ડ્રિલિંગ, પેકેજીંગ, પેઇન્ટ્સ એન્ડ હાર્ડવેર, પર્ફ્યુમ્સ, ફાર્મા અને હેલ્થકેર, પ્લમ્બિંગ, રિન્યુએબલ એનર્જી સ્પાઈસીસ, સ્ટેશનરી, સર્જીકલ ઇક્વિપમેન્ટ્સ એન્ડ પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ્સ, સોલાર અને પાવર, ફિ શિંગ, હેન્ડિક્રાફ્ટ્સ, ફેશન બુટીક્સ વગેરે પ્રોડક્ટ્સ ની ખરીદી માટે આવી રહ્યા છે. આ ડેલિગેટ્સ તારીખ 14, 15 અને 16 દરમ્યાન વિવિધ ફેક્ટરીઓની મુલાકાતે જશે. ત્રિદિવસીય વેપાર મેલા દરમ્યાન વિવિધ સેમિનાર થશે જેમાં, તારીખ 11ને 3 વાગે સ્ટાર્ટઅપ સેમિનાર, તારીખ 12 સવારે 10 થી 1 ટુરિઝમ ડિપાર્ટમેન્ટ વાશ ટુરિઝમ ચિંતન શિબિર, તારીખ 1, -3 સવારે 10 વાગે ખેડૂત સંમેલન જેમાં આફ્રિકામાં ખેતી, ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી ઉપર માર્ગદર્શન અપાશે.

સિલોન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિલ્ડ રર્સ શ્રી લંકા નું 15 સભ્યોનું પ્રતિનિધિ મંડળ રાજકોટ ખાતે તારીખ 11થી 13 માર્ચ 2025 દરમ્યાન યોજાનારા એસ, વી, યુ,એમ 2025 આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા ભાગ લેવા આવી રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળ તેમની બિલ્ડીંગ મટીરીયલ્સ, મશીનરી સહીત ની તમામ જરૂૂરિયાતી કે જે અત્યાર સુધી ચાઈના થી ખરીદી કરતુ હતું તે ભારત તરફ વળી રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળ સીરામીક, સેનેટરીવેર, હાર્ડવેર, બાથ ફિટે ટિંગ, ક્ધસ્ટ્રક્શન મશીનરી, લિફ્ટ, પ્લમ્બિંગ સહિતની ક્ધસ્ટ્રક્શન ને લગતી તમામ પ્રોડક્ટ્સમાં રસ ધરાવે છે. જે સૌરાષ્ટ્ર માટે એક મોટી વ્યાપારી તક લઈને આવે છે,

ઝિમ્બાબ્વેની સરકાર રાજકોટ સૌરાષ્ટ્ર સાથે વ્યાપારિક સંબંધો વિકસાવવા કટિબદ્ધ છે. સરકાર દ્વારા લગભગ 36 બિઝનેસમેન અને વુમન નું પ્રતિનિધિમંડળ આવી રહ્યું છે. ઝિમ્બાબ્વે સરકાર દ્વારા મહિલાઓ દ્વારા થતી આયા ત ઉપર આયાત જકાત માફ કરેલ છે ત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર માટે નિકાસ વેપાર માટે ઉત્તમ તક સર્જાયેલ છે. તેમ પત્રકાર પરિષદમાં પરાગ તેજુરાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *