વીરપુર-જામકંડોરણા પંથકમાં ચાલુ વીજલાઇનના વાપર ચોરી કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઇ

ચોરાઉ વાપરને વેચવામાં લાઠીના શખ્સોએ મદદ કરી હતી, 15.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો વિરપુર-જામકંડોરણા પંથકમાં ચાલુ વીજલાઇનના વાયરોની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ: રાજકોટ ગ્રામ્ય…

ચોરાઉ વાપરને વેચવામાં લાઠીના શખ્સોએ મદદ કરી હતી, 15.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

વિરપુર-જામકંડોરણા પંથકમાં ચાલુ વીજલાઇનના વાયરોની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ: રાજકોટ ગ્રામ્ય કઈઇએ 6 આરોપીઓને દબોચ્યા. ₹15.27 લાખનો મુદ્દામાલ જપ્ત: બોલેરો પીકઅપ અને કિયા કાર સહિતના વાહનો કબજે. રાજસ્થાનની ગેંગ પાયલોટીંગ કરીને ચોરીના વાયરો સગેવગે કરતી હતી.
પ્રપ્ત વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિરપુર અને જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જી.ઈ.બી.ના ચાલુ વીજપ્રવાહના એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરતી આંતરજિલ્લા ટોળકીનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્યએ પર્દાફાશ કર્યો છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે વણશોધાયેલા ચોરીના ગુન્હાઓ શોધી કાઢવાની ઝુંબેશ ચાલી રહી છે.

દરમિયાન રાજકોટ ગ્રામ્યના પીઆઇ વી.વી. ઓડેદરા તથા પીએસઆઇ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહીલ, આર.વી. ભીમાણી તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ ચાવડા, અનિલભાઇ બળકોડીયા, પો.હેડ કોન્સ. અરવિંદસિંહ જાડેજા, મનિષભાઇ વરૂૂ, રમણીકભાઇ મણવર, અર્જુનભાઇ ડવેરા, મનદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, પો.કોન્સ. શક્તિસિંહ જાડેજા, નીલજીભાઇ સુતરીયા, ઇશ્વીતભાઇ માણાવદરીયા, શક્તિસિંહ ઝાલા, ભરતભાઇ ગમારા, ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ કિહોર તથા ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઇ શેખ સહિત કઈઇની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ખાનગી બાતમીના આધારે કાગવડ ગામના પાટિયા પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે 6 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

જેમાં પકડાયેલા આરોપીઓમાં (1) પ્રતાપસિંહ પુનમસિંહ દેવીસિંહ ચૌહાણ, (2) ગોપાલસિંહ લક્ષ્મણસિંહ રાવત, (3) ભગવાનસિંહ ગોપાલસિંહ ચૌહાણ અને (4) સોભાગસિંહ નવલસિંહ રાવતનો સમાવેશ થાય છે. આ ચારેય મૂળ રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રહેવાસી છે અને હાલ જામકંડોરણામાં નાગબાઇની ધાર પાસે રહે છે. આ ઉપરાંત વાયરના વેચાણમાં મદદ કરનાર (5) સાજીદભાઇ લતીકભાઇ પારેખ અને (6) નાશીર ઉર્ફે ટીનો ઓસમાણભાઇ અલીશેરભાઇ સેતા, બંને રહે. લાઠી, જિ. અમરેલી વાળાની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી રાતના સમયે જામકંડોરણા અને વિરપુર વિસ્તારમાં જી.ઈ.બી.ના ચાલુ વીજપ્રવાહને વડે બંધ કરી કટર વડે એલ્યુમિનિયમના વાયરો કાપી લેતી હતી.

ચોરી કરેલા વાયરો ગ્રે કલરની ગોળ ફોડલા વાળી બોલેરો પીકઅપ વાહન નં. GJ-04-AW-9520માં ભરી કિયા કાર નં. GJ-03-LM-0051 વડે પાયલોટીંગ કરી બાબરા ગામ ખાતે લઇ જવામાં આવતા હતા. આ ગેંગે તા. 10/04/2025ના રોજ જામકંડોરણા તાલુકાના રામપર ગામના પાટિયા નજીકથી, તા. 15/04/2025ના રોજ આંચવડકી-ફરીયાસણ તરફ સીમમાં અને તાજેતરમાં વિરપુર તાલુકાના ચોરાળા ગામની સીમમાં પી.જી.વી.સી.એલ.ના થાંભલા ઉપરથી વાયર કાપી કુલ ત્રણ જગ્યાએ ચોરી કરી હતી. ચોરેલા વાયર સાજીદ પારેખ તથા સરફરાજભાઇ બાબર વાળા મારફતે બાબરાના મુસ્તાકભાઇ ચોટલીયાને વેચી નાખવામાં આવતા હતા અને રૂૂપિયાની વહેંચણી કરાતી હતી.

કઈઇએ આરોપીઓ રૂૂ. 15,27,300/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.જ્યારે અન્ય આરોપી બાબરાના સરફરાજભાઇ કડારીયા, અમરાપરાના મુસ્તાકભાઇ ઈસ્માઇલભાઇ ઘાંચી તથા રાજસ્થાનના હરીયાસણ ગામે રહેતા ગોપાલસિંહ મોહનસિંહ સુરાડીયાને પકડવા એલસીબી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *