મોરબી જીલ્લા ફૂડ અધિકારી નીરવભાઈ ચૌધરી અને મોરબી મહાપાલિકા ફૂડ સેફટી ઇન્સ્પેકટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા મોરબીમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેરના નહેરુ ગેટ પાસે નાસ્તા ગલી ખાતે 16 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.
ફૂડ શાખાની મેગા ડ્રાઈવમાં 16 નાસ્તાના ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી 10 સ્થળેથી નમુના લેવામાં આવ્યા હતા જેમાંથી 8 સર્વેલન્સ સેમ્પલ અને 2 એન્ફોર્સમેન્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં વિશ્રાંતિ ગૃહમાંથી બટેકા, ઢોકળી અને સેવ ટમેટા શાકના નમુના લેવામાં આવ્યા હતા શિવા પાણીપૂરીમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા વિશ્વાસ નાસ્તા હાઉસમાંથી બટેકાનું શાક, ભેળ, મિક્ષ ભજીયાના નમુના લેવામાં આવ્યા હતા ભક્તિનગર સર્કલ પાસે આવેલ બીગ ગોસ હોટેલમાંથી પંજાબી શાકની ગ્રેવી અને દાળના નમુના લેવામાં આવ્યા હતા જે સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે તેમજ ડ્રાઈવ દરમિયાન કુલ 7 કિલો ચટણી અને 10 લીટર દાઝ્યું તેલનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ હોટેલમાં નાસ્તો આપવા માટે છાપેલા ન્યુઝ પેપરનો આશરે 15 કિલો જથ્થાનો નાશ કરાયો હતો આ ડ્રાઇવમાં ટોટલ 7 કિલો ચટણી અને 10 લિટર દાજયું તેલ નો હોટલ અને રેસ્ટોરન્ટ માંથી નાશ કરાયો તથા હોટેલ માં નાસ્તો આપવા માટે છાપેલા ન્યુઝ પેપર નો આશરે 15 કિલો જથાનો ફૂડ અધિકારી દ્વારા નાશ કરાયો.
