અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિીયાને વીમા કંપની દ્વારા રૂા.1125 કરોડનું ચૂકવણું

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 6 મહિના પૂર્ણ થઇ ગયા છે. 12 જૂન 2026ના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયુ હતુ અને આખરે હવે પ્લેન ક્રેશના મૃતકોના…

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 6 મહિના પૂર્ણ થઇ ગયા છે. 12 જૂન 2026ના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયુ હતુ અને આખરે હવે પ્લેન ક્રેશના મૃતકોના પરિવારને વીમા કંપની દ્વારા ક્લેમની રકમની ચુકવણી કરી દેવામાં આવી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં હલ અને એન્જિનના નુકસાન માટે રિઇન્શ્યોરર્સે એર ઇન્ડિયાને 125 મિલિયન એટલે કે રૂા.1125 કરોડ ચુકવ્યા છે.

,અમદાવાદ-લંડન ગેટવિક ફ્લાઇટ AI-171, જે એર ઇન્ડિયા દ્વારા બોઇંગ 787 ડ્રીમલાઇનરનો ઉપયોગ કરીને સંચાલિત હતી, તે અમદાવાદમાં ઉડાન ભર્યાના થોડા જ સમયમાં ક્રેશ થઈ ગઈ હતી, જેમાં 241 મુસાફરો સહિત 260 લોકો મૃત્યુ પામ્યા હતા. વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. ત્યારે હવે વૈશ્વિક રિઇન્શ્યોરર્સ અને ભારતીય જનરલ વીમા કંપનીઓએ 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા ડ્રીમલાઇનર દુર્ઘટનામાં હલ અને એન્જિનના નુકસાન માટે વીમા દાવા તરીકે એર ઇન્ડિયાને લગભગ 125 મિલિયન લગભગ રૂૂ. 1,125 કરોડ ચૂકવ્યા છે.તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરોના સંબંધીઓને વળતર તરીકે 25 મિલિયન (રૂૂ. 225 કરોડ) આપવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી છે. વળતર પ્રક્રિયા અધૂરી છે અને પ્રક્રિયા પૂર્ણ થયા પછી રકમમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે, વીમા સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ ભારતીય રિઇન્શ્યોરર GIC Re એ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાના અમદાવાદ ક્રેશ દાવાથી કુલ 475 મિલિયન (રૂૂ. 4,275 કરોડ) ને નુકસાન થવાની સંભાવના છે, જેમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 260 લોકોના વળતર માટે 350 મિલિયનના જવાબદારી દાવાઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાંથી એર ઇન્ડિયાનો કુલ દાવો ઉડ્ડયન વીમાના ઇતિહાસમાં સૌથી મોટો છે. એરલાઇને 1 એપ્રિલથી તેની મેગા 20 બિલિયન વીમા પોલિસી (હલ માટે) અને 1.5 બિલિયન જવાબદારી પોલિસીનું નવીકરણ કર્યું હતું જેમાં બહુરાષ્ટ્રીય AIG મુખ્ય રિઇન્શ્યોરર તરીકે હતા. એર ઇન્ડિયા પોલિસીનો લગભગ 95 ટકા એઆઇજી, એક્સા અને આલિયાન્ઝની આગેવાની હેઠળના રિઇન્શ્યોરર્સના સમૂહ સાથે રિઇન્શ્યોર કરવામાં આવ્યો છે. પ્રાથમિક વીમા કંપનીઓમાં, ટાટાની જનરલ ઇન્શ્યોરન્સ પેટાકંપની ટાટા AIG જનરલ ઇન્શ્યોરન્સ પોલિસીમાં 40 ટકાથી વધુ હિસ્સા સાથે અગ્રેસર હતી, ત્યારબાદ રાજ્ય માલિકીની ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને અન્ય ઙજઞ અને ખાનગી ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓનો ક્રમ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *