ગુજરાતમાંથી પાક. નાગરિકોની હકાલપટ્ટી કરવા સૂચના

200 નાગરિકો લોંગ ટર્મ અને સાત શોર્ટ ટર્મ વિઝા પર આવ્યા છે કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓના હત્યાકાંડના પગલે ભારતે પાકિસ્તાનીઓના વિઝા રદ કરી તાત્કાલીક દેશ છોડવા…

200 નાગરિકો લોંગ ટર્મ અને સાત શોર્ટ ટર્મ વિઝા પર આવ્યા છે

કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓના હત્યાકાંડના પગલે ભારતે પાકિસ્તાનીઓના વિઝા રદ કરી તાત્કાલીક દેશ છોડવા આદેશ આપ્યો છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સહિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી વિઝા લઈને આવેલા તમામ પાકિસ્તાનીઓને તાત્કાલીક દેશનિકાલ કરવા સુચના આપી છે.

કેન્દ્ર સરકારમાંથી સુચના આવતા રાજ્ય સરકારે તમામ જિલ્લાની પોલીસને પાકિસ્તાનથી વિઝા ઉપર આવેલા તમામ નાગરિકોને શોધી પરત મોકલવા સુચના આપી છે. જો કે, રાજકોટ શહેર-જિલ્લા પોલીસને બપોરે 2:30 વાગ્યા સુધી કોઈ એડવાઈઝરી મળી નથી. પરંતુ સરકારમાંથી એડવાીઝરી આવે કે તુરંત જ રવાના કરવા પોલીસ તૈયાર હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં લોંગટર્મ વાળા 200 અને શોર્ટ ટમ વાળા સાત મળી કુલ 207 પાકિસ્તાની નાગરિકો હોવાનું જાહેર થયું છે. આ તમામને અટારી બોર્ડરથી પાકિસ્તાન મોકલવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં વસતા પાકિસ્તાનીઓ મામલે જાણાવ્યું હતું કે, ભારત સરકાર ના નિર્ણય નું પાલન કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે. તમામ જિલ્લાના અધિકારીઓ ને આદેશ આપવામાં આવ્યા છે. અને પાકિસ્તાની પીડિતોને કોઈ જાતની હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તેમની એસઓજી અને લોકલ પોલીસ કામગીરી કરી રહી છે. અલ્ટિમેટમ બાદ જો કોઈ પાકિસ્તાની અહીં રહેશે તો જે કરવાનું થતું હશે એ કરીશું એમાં કાઈ કહેવાનું ન હોય.

રાજકોટ જિલ્લામાંથી 36 પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા કાર્યવાહી
કાશ્મિરમાં થયેલા આતંકવાદીના હુમલાની ઘટના બાદ ભારત દ્વારા પાકિસ્તાન સામે કડક વલણ દાખવવામાં આવીરહ્યું છે. જેને પગલે ભારતમાં વસવાટ કરતા વિઝા ઉપર આવેલા તમામ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા અને વિઝા રદ કરવાની કાર્યવાહી કરી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં રહેતા 36 જેટલા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી તેમને પરત મોકલવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં લાંબા સમયના વિઝા મેળવીને રહેતી 14 જેટલી મહિલાઓ ઉપરાંત જિલ્લામાં ધોરાજી અને ગોંડલ સહિતના શહેરોમાં રહેતા 36 જેટલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી પોલીસે રાજકોટ શહેર અને જિલ્લામા ંવસતા પાકિસ્તાની નાગરિકો ઉપર વોચ રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *