જામનગર શહેરમાં અપનાબજાર જેવા અતિ ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે, તેવું અધમ કૃત્ય કર્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે.
સફેદ ઝબ્બો અને ભગવા પોતળી પહેરેલો એક આઘેડ શખ્સ, કે જેણે એક ઓટલા પર બેસી ને રસ્તા પરથી પસાર થઈ રહેલી એક માસુમ બાળકી અને તેની સાથે રહેલા એક બાળકને રોકી ને સૌ પ્રથમ વાર્તાલાપ શરૂૂ કર્યો હતો, ત્યારબાદ ધીમે ધીમે બાળકીને પોતાની પાસે બોલાવીને માસૂમ બાળકીને બળજબરીપૂર્વક પોતાના ખોળામાં બેસાડી લીધી હતી. ત્યારબાદ બાળકી સાથે એકદમ ગંદી હરકત કરવા લાગ્યો હતો.
આ જોઈને બાળકીની સાથે આવેલો અન્ય એક બાળક ડઘાઈ ગયો હતો, અને તેણે બાળકીને ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મજબૂત પક્કડ જમાવી ને બાળકીને પોતાના ખોળામાં બેસાડીને ગંદી હરકતો કરવાનું ચાલુ રાખ્યું હતું.
આખરે દેકારો થતાં માર્ગ પરથી પસાર થનારા અન્ય એક યુવકે આવીને આધેડ ખોળામાંથી બાળકીને ઉઠાવી લીધી હતી, અને દૂર મૂકી આવ્યો હતો. જે યુવાન પરત ફરે ત્યાં શેતાનના સ્વરૂૂપમાં બેઠેલો નરાધમ શખ્સ પોતાના થેલા વગેરે લઈને ત્યાંથી ચાલતી પકડી હતી. જોકે યુવાને પકડવા માટે દોડ પણ લગાવી હતી.
જે સમગ્ર ઘટના પાસે લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, અને તે વિડિયો જામનગર શહેરમાં વાયરલ થઈ રહ્યો છે, અને આઘેડ શખ્સ સામે ચોમેર થી ફિટકારની લાગણી વરસી રહી છે. પોલીસ તંત્રએ વહેલી તકે આવા નરાધમ શખ્સને શોધી કાઢીને તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ, તેવી લોક માંગ ઉઠી રહી છે.
