મોરબી નજીક બોલેરો અડફેટે માસુમ બાળકનું મોત

ઝૂંપડા પાસે રમતા 11 માસના માસુમને કચડી નાખ્યો મોરબી તાલુકાના પાનેલી ગામ નજીક બોલેરો ગાડીના ચાલકે 11 માસના બાળકને હડફેટે લીધો હતો. જેથી કરીને તે…

ઝૂંપડા પાસે રમતા 11 માસના માસુમને કચડી નાખ્યો

મોરબી તાલુકાના પાનેલી ગામ નજીક બોલેરો ગાડીના ચાલકે 11 માસના બાળકને હડફેટે લીધો હતો. જેથી કરીને તે બાળકને ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં પાડાપુલની નીચેના ભાગમાં આવેલ ઝુપડામાં રહેતા અનિલભાઈ કટારાના 11 માસના દીકરા આશિષને પાનેલી ગામે બોલેરો ગાડીના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને આશિષને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ. એચ. પરમાર દ્વારા કરવામાં આવી હતી અને અકસ્માત મૃત્યુના બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *