શિવધારા સોસાયટીમાં કારખાનેદારની પત્નીનો ભોં ટાંકામાં ઝંપલાવી આપઘાત

80ફૂટ રોડ પર શિવધારા સોસાયટીમાં રહેતી મહિલાએ પોતાના જ ઘરના ફળીયામાં ભો ટાંકામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. વધુ વિગત મુજબ 80 ફૂટ રોડ પર…

80ફૂટ રોડ પર શિવધારા સોસાયટીમાં રહેતી મહિલાએ પોતાના જ ઘરના ફળીયામાં ભો ટાંકામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

વધુ વિગત મુજબ 80 ફૂટ રોડ પર આવેલી શિવધારા સોસાયટી શેરીનં.2માં રહેતા ચંદ્રીકાબેન રવીભાઇ કપુરીયા (ઉ.વ.30) નામની મહિલાએ પોતાના પેટ ઉપર બે ચુંદડી બાંધી તેની સાથે ઇંટબાંધી પોતાના ઘરેના ફળીયામાં ભો ટાંકામાં ઝંપલાવી દીધું હતું. બાદ ગઇકાલે બપોરે જાણ થતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. કિશનભાઇ અજાગીયાએ સ્થળપર પહોંચી તપાસ હાથધરી હતી.
મૃતક ચંદ્રીકાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ રાવકીમાં કારખાનું ધરાવે છે. મહિલાએ કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *