રિયાધ એરપોર્ટ પર હુથીના હુમલા બાદ ઇન્ડિગો-એરઇન્ડિયાની ફલાઇટો રદ

ગુરુવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિસ્ફોટો થયા બાદ ધુમાડો નીકળ્યો હતો. પુષ્ટિ ન થયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર…

ગુરુવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિસ્ફોટો થયા બાદ ધુમાડો નીકળ્યો હતો. પુષ્ટિ ન થયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર પાર્ક કરેલા એક વિમાન પર હુથી મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં આગ લાગી હતી. આ કારણે ત્યાં હવાઈ ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે. ભારતે ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. સાથોસાથ ભારતીય દુતાવાસો ભારતીયો માટે નવી એડવાઇઝરી પણ જાહેર કરાશે.

દરમિયાન, યમનના હુથી લડવૈયાઓએ રિયાધ એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઇલ હુમલો કરવાનો દાવો કર્યો છે, પરંતુ સાઉદી અધિકારીઓએ આની પુષ્ટિ કરી નથી. દરમિયાન, સુરક્ષા ચિંતાઓને કારણે એર ઇન્ડિયાએ 10 ઓક્ટોબર સુધી રિયાધની બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.

ભારતે સાઉદી અરેબિયાના એરપોર્ટ પર થયેલા હુમલાઓની નિંદા કરી છે અને તેમને “ચિંતાજનક” ગણાવ્યા છે. તેણે લોકોને હાલ માટે સાઉદી અરેબિયાની મુસાફરી કરવાનું ટાળવાની પણ સલાહ આપી છે. આ પહેલા બુધવારે રિયાધ અને અભાના એરપોર્ટ પર હુથી હુમલાઓમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને 36 લોકો ઘાયલ થયા હતા.

યમનમાં હુથીના સ્થાનો અને યુદ્ધના મોરચાઓ પર સાઉદી અરેબિયા દ્વારા સતત બોમ્બમારાનો જવાબ આપતા, હુથી લડવૈયાઓએ રિયાધ અને અન્ય સાઉદી શહેરો પર હુમલાઓ વધારી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *