BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026ના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓ માટે મિશ્ર પરિણામ રહ્યું. પીવી સિંધુ અને યુવા ખેલાડી આયુષ શેટ્ટી રાઉન્ડ ઓફ 16માં હારી જતાં ભારતનું સિંગલ્સ ચેલેન્જ સમાપ્ત થયું. મહિલા સિંગલ્સમાં વિશ્વ ક્રમાંક 9ની પીવી સિંધુ વિશ્વ ક્રમાંક 3ની ચાઇનીઝ ખેલાડી વાંગ ઝિયી સામે 21-11, 15-21, 21-17થી હારી ગઈ. ત્રણ ગેમની મુકાબલામાં સિંધુએ સારી લડત આપી, પરંતુ નિર્ણાયક ગેમમાં વાંગે આગળ નીકળી જઈ જીત હાંસલ કરી.
પુરુષ સિંગલ્સમાં આયુષ શેટ્ટીએ ઇન્ડોનેશિયાના 11મા સીડ અલ્વી ફરહાન સામે 21-19, 21-11થી હાર સ્વીકારી. આયુષે અગાઉ વિશ્વ નંબર 1 શી યુકીને હરાવીને મોટો ઉપસેટ કર્યો હતો, પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યો. – પુરુષ ડબલ્સમાં સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મલેશિયાની જોડીને 21-23, 21-19, 21-17થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જયારે મહિલા ડબલ્સમાં ત્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે જાપાનની સાતમી સીડ જોડીને 21-16, 21-12થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. મિક્સ્ડ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને તનિશા ક્રાસ્ટો હારી જતાં ભારતનું મિક્સ્ડ ડબલ્સ અભિયાન પણ સમાપ્ત થયું. હવે ભારતની આશા માત્ર ડબલ્સ ઇવેન્ટ્સ પર ટકેલી છે.
