ત્રણમાંથી બે વાર ટીમ ઇન્ડિયા વિજેતા બની છે, રવિવારે ભારત-પાક. વચ્ચે મુકાબલો
ટી-20 એશિયા કપ 2025નો આજ સાંજથી પ્રારંભ થશે. ભારતનો પહેલો મુકાબલો બુધવાર, 10 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત આરબ અમીરાત (ઞઅઊ) સામે થશે. પરંતુ ભારતના આ મુકાબલા કરતાં પણ બધાની નજર 14 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ પર રહેશે. આ વખતે એશિયા કપ ઝ20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે, આ પહેલા આ ટુર્નામેન્ટ 2016 અને 2022માં પણ ટી-20 ફોર્મેટમાં રમાઈ ચૂકી છે.
આ બંને ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચોમાં કઈ ટીમનું પ્રભુત્વ રહ્યું છે, તે જોઇએ તો ટી-20 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે, જેમાં ભારત બે વાર જીત્યું છે અને ટીમ ઈન્ડિયા એક વાર હારનો સામનો કરી ચૂકી છે. તેથી હેડ ટુ હેડ રેકોર્ડમાં ભારત 2-1 થી આગળ છે.
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયા એક વાર જીતી અને એક વાર હારી હતી. આ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બંને ગ્રુપ અમાં હતા. લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. પરંતુ જ્યારે સુપર-4 માં ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાયા ત્યારે વિરોધી ટીમે 5 વિકેટથી જીત મેળવી. એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રનથી હરાવ્યું હતું.
2016માં પહેલી વાર ટી-20 ફોર્મેટમાં એશિયા કપ રમાયો હતો. આ ટુર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે ફક્ત એક જ મેચ જોવા મળી હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. એશિયા કપ 2016ની ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં ટીમ ઇન્ડિયાએ 8 વિકેટથી જીત મેળવી હતી અને ટ્રોફી જીતી હતી.
2025માં ત્રીજી વખત ટી-20 ફોર્મેટમાં એશિયા કપ યોજાવા જઈ રહ્યો છે. આમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ જોવા મળી શકે છે. ગ્રુપ સ્ટેજમાં પહેલી મેચ 14 સપ્ટેમ્બરે રમાશે. જો ગ્રુપ અમાંથી બંને ક્વોલિફાઇંગ ટીમો ભારત અને પાકિસ્તાન હોય, તો બંને ટીમો સુપર-4 માં ફરી એકવાર એકબીજાનો સામનો કરી શકે છે. જો ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો બંને દેશો વચ્ચે ત્રીજી મેચ જોવા મળી શકે છે.
ભારત-પાકિસ્તાનના ખેલાડીઓએ હાથ ન મિલાવ્યા
એશિયા કપનો ઉત્સાહ વધવા લાગ્યો છે. ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂૂ થશે. ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બરે રમશે. પરંતુ તે પહેલાં બંને કટ્ટર હરીફ દુબઈમાં આઇસીસી એકેડેમીના ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. બંને ટીમોના પ્રેક્ટિસ માટેનું ગ્રાઉન્ડ એક જ હતું, ફક્ત નેટ અલગ હતા. દરમિયાન, એવા અહેવાલો છે કે એક જ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા છતાં, ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ હાથ મિલાવ્યા ન હતા. રિપોર્ટ અનુસાર, એક જ મેદાન પર પ્રેક્ટિસ કરવા છતાં ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ હાથ ન મિલાવવાનું કારણ એકબીજાને ન મળવાનું હોઈ શકે છે. જ્યારે પાકિસ્તાની ટીમ દુબઈમાં આઇસીસી એકેડેમી પહોંચી ત્યારે ટીમ ઈન્ડિયા પહેલાથી જ ત્યાં પ્રેક્ટિસ કરી રહી હતી. પાકિસ્તાની ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓને નેટ્સ પર પરસેવો પાડતા પણ જોયા. ત્યારબાદ તેઓ તેમની તાલીમ અને ડ્રિલિંગમાં વ્યસ્ત થઈ ગયા.
