મુસ્લિમ રાષ્ટ્ર ગ્રીસમાં સૌથી વધુ પ્રોપર્ટીની ખરીદી: યુએઇનું પણ આકર્ષણ
ભારતમાં પ્રોપર્ટીના દર આસમાને છે. ખાસ કરીને જો તમે દેશના ટોપ 5 શહેરોમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો દર સાંભળીને તમને ચક્કર આવી શકે છે. જો કે આ પછી પણ દેશના લોકો ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ મોટાપાયે પ્રોપર્ટી ખરીદી રહ્યાં છે.
રિપોર્ટ અનુસાર, ગ્રીસ વિશ્વના ટોચના દેશોમાં પ્રથમ સ્થાને છે જ્યાં ભારતીયો સૌથી વધુ પ્રોપર્ટી ખરીદે છે. જ્યારે તુર્કી બીજા સ્થાને છે. આ દેશમાં પણ ભારતીય લોકો પ્રોપર્ટીમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, તુર્કીમાં લગભગ 99 ટકા લોકો ઈસ્લામમાં વિશ્વાસ કરે છે. ત્રીજા સ્થાને કેરેબિયન દેશો છે, જ્યાં ભારતીયો પ્રોપર્ટીમાં સૌથી વધુ રોકાણ કરે છે. આ ઉપરાંત માલ્ટા અને સ્પેનમાં પણ ભારતીયો મોટાપાયે ઘરો ખરીદી રહ્યા છે.
અન્ય દેશોમાં પ્રોપર્ટી ખરીદતી વખતે ભારતીયોનો પહેલો વિચાર ગોલ્ડન વિઝા મેળવવાનો હોય છે. આ સિવાય ભારતીય લોકોમાં હંમેશા એક વાત હોય છે કે તેઓ વિદેશમાં પણ પોતાનું ઘર રાખવા માંગે છે. જો કોઈ દેશ તેમને ઘર ખરીદવાની તક આપે છે તો ભારતીયો ત્યાં રોકાણ કરે છે. બ્રિટન અને સાઉદી અરેબિયા જેવા દેશો તેના ઉત્તમ ઉદાહરણ છે. સામાન્ય ભારતીયો સિવાય મોટા સ્ટાર્સે પણ આ દેશોમાં ઘર ખરીદ્યા છે.
ગ્રીસમાં સૌથી વધુ રોકાણ કેમ કરી રહ્યાં છે ભારતીયો
વાસ્તવમાં, ગ્રીસે વર્ષ 2013માં ગોલ્ડન વિઝા પ્રોગ્રામ શરૂૂ કર્યો હતો. આ મુજબ, ગ્રીક સરકાર રિયલ એસ્ટેટ, સરકારી બોન્ડ અથવા અન્ય માન્ય સાધનોમાં ઓછામાં ઓછા એ250,000 (રૂૂ. 2,21,70,250)નું રોકાણ કરનારા કોઈપણ વિદેશીને ગોલ્ડન વિઝા આપશે. ગ્રીસ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત (યુએઇ), ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશો પણ નાના રોકાણ પર ગોલ્ડન વિઝા આપે છે.