વૈશ્ર્વિક કડાકા વચ્ચે ભારતીય શેરબજાર અડીખમ, સેન્સેક્સ 80500ને પાર

સતત સાત દિવસની તેજીથી રોકાણકારોને વહેલી દિવાળી, ઈંઝ-બેન્કિંગ સેક્ટરની આગેવાનીમાં બજાર વધ્યું ; નિફટી 25000 નજીક ગઈકાલે અમેરિકાના બજારમાં 2025 ની સાલ પછી સૌથી મોટો…

સતત સાત દિવસની તેજીથી રોકાણકારોને વહેલી દિવાળી, ઈંઝ-બેન્કિંગ સેક્ટરની આગેવાનીમાં બજાર વધ્યું ; નિફટી 25000 નજીક

ગઈકાલે અમેરિકાના બજારમાં 2025 ની સાલ પછી સૌથી મોટો કડાકો બોલી ગયા બાદ આજે સવારે એશિયન માર્કેટમાં પણ અફડાતફડી નો માહોલ જોવા મળ્યો હતો. જાપાન, હોંગકોંગ સાઉથ કોરિયા સહિતના શેર માર્કેટમાં મોટા ગાબડા પડ્યા હોવા છતાં આજે ભારતીય શેરબજારે રંગ રાખ્યો છે. ગઈકાલે સેન્સેક્સ 2000 પોઇન્ટ વધ્યા બાદ આજે પણ શેર બજારમાં ઐતિહાસિક તેજીનો દોર યથાવત રહ્યો હતો અને આજે પણ 1000 પોઇન્ટની રેલી જોવા મળતા સેન્સેક્સ 80,000 ની સપાટી કુદાવી ગયો હતો. ચાલુ સપ્તાહમાં જ સેન્સેક્સ માં 6000 પોઇન્ટનો વધારો નોંધાયો છે.

શેરબજારમાં ધનતેરસથી જ તહેવારોની ઉજવણીનો માહોલ શરૂૂ થઇ ગયો છે ત્યારે ધનતેરસે જ શેરબજારમાં દિવાળી જેવો માહોલ દેખાયો છે.સેન્સેક્સ ગઇકાલના 2000 પોઈન્ટના ઉછાળા બાદ આજે ફરી એકવાર 1050 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 80,000ના લેવલને ક્રોસ કરી ગયું.

ગઈકાલે સેન્સેક્સનું ક્લોઝિંગ 79,310.01 રહ્યું હતું. જ્યારે આજે તે 79,413.66 ના લેવલે ખુલ્યું હતું.
જોકે ઋઈંઈં તરફથી ફુલ ખરીદી કરવામાં આવતા સેન્સેક્સ ફરી એકવાર રોકેટ ગતિએ 80,512 ના હાઈ લેવલે પહોંચી ગયું હતું. એક સમયે બજાર ખુલતાં સેન્સેક્સમાં કડાકાની સ્થિતિ જોવા મળી રહી હતી અને તે 79,016.05 ના નીચલા લેવલે પણ પહોંચ્યું હતું પરંતુ સમાચાર લખવા સુધીમાં સેન્સેક્સ 1295 પોઈન્ટના ઉછાળા સાથે 80603 ના લેવલે ટ્રેડ થઇ રહ્યું હતું.

જ્યારે બીજી બાજુ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ ઉથલપાથલ જોવા મળી. નિફ્ટીનું ગઈકાલનું ક્લોઝિંગ 24,536.60 રહ્યું હતું. જે એક સમયે ગગડીને 24,388.05 ના લેવલે પહોંચી ગઈ હતી. જે 150 પોઈન્ટનો કડાકો દર્શાવે છે. ત્યારબાદ નિફ્ટીએ પણ જોરદાર રિકવરી બતાવતા 24,839.60 પોઈન્ટના લેવલે પહોંચી ગઈ હતી. ક્રુડ પણ સ્થિર રહ્યુ છે અને વધ-ઘટના અંતે 99 ડોલર આસપાસ ભાવ રહ્યો હતો.

આ સપ્તાહમાં સેન્સેક્સ 6000 પોઇન્ટ વધ્યો
વિદેશી સંસ્થાઓની ભારતીય શેરબજારમાં પુન: ખરીદી શરૂૂ થતા તેમજ ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયા બાદ અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને લાગેલી પછડાટના ભાગરૂૂપે ભારતીય શેરબજારને નવી દિશા મળતા માત્ર એક જ સપ્તાહમાં સેન્સેક્સમાં 6000 પોઇન્ટનો વધારો નોંધાયો છે.30 ઓક્ટોબર 2026 ના શુક્રવારે માર્કેટ બંધ આવ્યું ત્યારે સેન્સેક્સ 74,459 પર જોવા મળ્યો હતો. જે આજે 80, 559 ને પાર થઈ ગયો છે. એટલે કે માત્ર પાંચ ટ્રેડિંગ દિવસમાં સેન્સેક્સ 6000 પોઇન્ટ વધ્યો છે. વિદેશી સંસ્થાઓએ પણ છેલ્લા એક સપ્તાહમાં ભારતીય શેરબજારમાં ચાલુ વર્ષમાં સૌથી મોટું રોકાણ કરતા ભારતીય બજાર બમ્બાટ ભાગ્યું છે.

ધનતેરસે સોનામાં 3100 અને ચાંદીમાં 5400 રૂપિયાનો કડાકો
ધનતેરસ પર આજે સોના-ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 3,106 રૂૂપિયા ઘટીને લગભગ 1.41 લાખ રૂૂપિયા પર આવી ગયા છે. એક કિલો ચાંદી 5,437 રૂૂપિયા સસ્તી થઈને 1.81 લાખ રૂૂપિયા પર આવી ગઈ છે. તેના એક દિવસ પહેલાં સોનું 1.44 લાખ અને ચાંદી 1.87 લાખ રૂૂપિયા પર હતી. આ વર્ષે ચાંદી 49 હજાર રૂૂપિયા સસ્તી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *