ભારતના વડાપ્રધાન 56 વર્ષ પછી જઈ રહ્યા છે “GUYANA”,જાણો PM MODIનો 3 દેશોનો આ પ્રવાસ કેમ ખાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-21 નવેમ્બર સુધી ત્રણ દેશોની મુલાકાતે જશે. આ દરમિયાન તે G-20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પણ જશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-21 નવેમ્બર સુધી ત્રણ દેશોની મુલાકાતે જશે. આ દરમિયાન તે G-20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પણ જશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી છે. G-20 સમિટ દરમિયાન મોદી ઘણા નેતાઓને મળે તેવી શક્યતા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા દ્વારા આયોજિત G-20 સમિટમાં ભાગ લેવા માટે 18-19 નવેમ્બરના રોજ રિયો ડી જાનેરોની મુલાકાત લેશે.

PM મોદી જી-20 સમિટમાં ભાગ લેવા બ્રાઝિલ જશે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે G-20 “ટ્રોઇકા” નો ભાગ છે અને G-20 સમિટમાં ચર્ચામાં સક્રિયપણે યોગદાન આપી રહ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “સમિટ દરમિયાન, વડા પ્રધાન વૈશ્વિક મહત્વના વિવિધ મુદ્દાઓ અને ‘G-20 નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશન’ અને ‘વૉઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટ’ પર ભારતની સ્થિતિ રજૂ કરશે. છેલ્લા બે વર્ષનાં પરિણામોની ચર્ચા કરશે.

7 વર્ષ પછી PM નાઈજીરિયા જઈ રહ્યા છે
નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર વડાપ્રધાન મોદી 16-17 નવેમ્બરના રોજ નાઈજીરીયાની મુલાકાત લેશે. નિવેદન અનુસાર, 17 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. “મુલાકાત દરમિયાન,વડા પ્રધાન ભારત અને નાઇજીરીયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવાની તકો અંગે ચર્ચા કરશે,”

1968 પછી ભારતના વડાપ્રધાનની ગુયાનાની પ્રથમ મુલાકાત
ગયાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર મોદી 19-21 નવેમ્બર સુધી ગુયાનાની સરકારી મુલાકાત લેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 1968 પછી ભારતીય વડાપ્રધાનની આ પહેલી મુલાકાત હશે, જ્યારે મોદી જ્યોર્જટાઉનમાં બીજા CARICOM-ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે અને આ ક્ષેત્ર સાથે ભારતના સંબંધોને વધુ ઉજાગર કરશે , CARICOM સભ્ય દેશોના નેતાઓ સાથે બેઠકો યોજવામાં આવશે. મોટી વાત એ છે કે ગયાનામાં લગભગ 40 ટકા વસ્તી ભારતીયો છે. વસાહતી સમયગાળા દરમિયાન, ભારત અને ગયાના બંને બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *