ભારતીય IT પ્રોફેશનલ્સને બ્રિટનમાં 5 વર્ષ સામાજિક સુરક્ષા ફાળો નહીં આપવો પડે

  ભારત અને બ્રિટન વચ્ચે થયેલા સામાજિક સુરક્ષા કરાર હેઠળ હવે ભારતીય કંપનીઓએ બ્રિટનમાં કામચલાઉ ધોરણે મોકલેલા કર્મચારીઓ માટે પાંચ વર્ષ સુધી સામાજિક સુરક્ષા ફાળો…

 

ભારત અને બ્રિટન વચ્ચે થયેલા સામાજિક સુરક્ષા કરાર હેઠળ હવે ભારતીય કંપનીઓએ બ્રિટનમાં કામચલાઉ ધોરણે મોકલેલા કર્મચારીઓ માટે પાંચ વર્ષ સુધી સામાજિક સુરક્ષા ફાળો આપવો પડશે નહીં. આ પગલાથી ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (TCS) અને ઈન્ફોસિસ જેવી અગ્રણી IT કંપનીઓને મોટો લાભ મળવાની અપેક્ષા છે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે સામાજિક સુરક્ષા કરાર અથવા ડબલ કોન્ટ્રીબ્યુશન ક્ધવેન્શન (DCC) 15 જુલાઈથી વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) સાથે લાગુ થશે.

મંત્રાલય અનુસાર, DCC હેઠળ કામચલાઉ નિમણૂક પર બ્રિટન મોકલેલા ભારતીય કર્મચારીઓ અને તેમના નોકરીદાતાઓને ત્યાં બેવડા સામાજિક સુરક્ષા ફાળાની રકમ જમા કરવાથી છૂટ મળશે. આ છૂટનો સમયગાળો ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરી દેવામાં આવ્યો છે.

ભારતીય કામદારો અને નોકરીદાતાઓને UK માં કામચલાઉ અસાઇનમેન્ટ દરમિયાન બેવડા સામાજિક સુરક્ષા યોગદાન કરવાથી મુક્ત કરે છે. પહેલા આ છૂટ ત્રણ વર્ષની હતી, જેને હવે વધારીને પાંચ વર્ષ કરી દેવામાં આવી છે. આ કરારથી 75,000 થી વધુ ભારતીય વ્યાવસાયિકો અને 900 થી વધુ કંપનીઓને લાભ થવાની અપેક્ષા છે. આ કરાર કામચલાઉ વિદેશી અસાઇનમેન્ટ પર જતા કર્મચારીઓની ગતિશીલતાને સમર્થન આપશે અને તેમની સામાજિક સુરક્ષા કવરેજને જાળવી રાખશે. ઉપરાંત ભારત-UK ની સેવા ક્ષેત્રમાં ભાગીદારીને મજબૂત કરશે, જેનાથી બંને દેશોના ઉચ્ચ કૌશલ્ય અને નવીન સેવા ક્ષેત્રોનો લાભ ઉઠાવી શકાશે.

આ જાહેરાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે બ્રિટન, 283 અબજ ડોલરના ભારતીય IT ઉદ્યોગ માટે બીજું સૌથી મોટું નિકાસ બજાર છે. બ્રિટનનો ભારતીય IT નિકાસમાં 17 ટકાનો હિસ્સો છે. આ કરારથી ભારતીય IT કંપનીઓની સ્પર્ધાત્મકતા વધશે અને બ્રિટનમાં તેમના કામકાજને સરળ બનાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *