વાયદા બજારમાં ચાંદીમાં 6000 અને સોનામાં 1700 રૂપિયાનો કડાકો

ત્રણ દિવસથી સ્થિર બજારમાં ઘટાડો છેલ્લા ત્રણ દિવસ સોના ચાંદીના ભાવમાં ખાસ વધઘટ ન થયા બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં કડાકા જોવા મળ્યા હતા…

ત્રણ દિવસથી સ્થિર બજારમાં ઘટાડો

છેલ્લા ત્રણ દિવસ સોના ચાંદીના ભાવમાં ખાસ વધઘટ ન થયા બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં કડાકા જોવા મળ્યા હતા માર્કેટ ખુલતા ની સાથે જ ચાંદીમાં 6000 રૂૂપિયા નો ઘટાડો નોંધાયો હતો જ્યારે સોનામાં પણ 1700 રૂૂપિયા હતા.

છેલા એક સપ્તાહથી સોના ચાંદી નું બજાર શુષ્ક રહ્યું હતું અને લગભગ દરરોજ 300 થી 700 રૂૂપિયાની વધઘટ જોવા મળતી હતી.પરંતુ ગઈકાલે અમેરિકી બજારમાં ફેડ રેટ મિટિંગમાં કોઈ સાનુકૂળ પરિણામ ન આવતા માર્કેટમાં નેગેટિવ વલણ જોવા મળ્યું હતું. જેના પરિણામે વાયદા બજારમાં સોના અને ચાંદીમાં આજે કડાકા જોવા મળ્યા હતા.

સોનામાં આજે 1700 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીમાં માર્કેટ ખૂલતાની સાથે જ 6000 નો કડાકો બોલી ગયો હતો. આજે વાયદા વાતમાં સોનાનો ભાવ ઘટીને1,52,410 જોવા મળી રહ્યો છે જ્યારે હાજર ભાવ 1,54,870 જોવા મળી રહ્યો છે. ચાંદીમાં 6000 ઘટી જતા વાયદા બજારમાં ભાવ 2,45,800 જોવા મળી રહ્યો છે જ્યારે હાજર ભાવ 2,55,000 જોવા મળી રહ્યો છે. બીજી તરફ રૂૂપિયાની સામે ડોલરનો ભાવ 94.49 જોવા મળી રહ્યો છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 78.30 ડોલર પ્રતિ બેરલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *