ભારતીય ક્રિકેટ કોઇની જાગીર નથી, ટીકાકારોને ગૌતમ ગંભીરનો જવાબ

કેટલાક લોકો 25 વર્ષથી કોમેન્ટ્રી બોક્સમાં બેસી સવાલ ઉઠાવે છે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર તરફથી એક સનસનાટીભર્યું નિવેદન આવ્યું છે. ગંભીરે તેમના નેતૃત્વ…

કેટલાક લોકો 25 વર્ષથી કોમેન્ટ્રી બોક્સમાં બેસી સવાલ ઉઠાવે છે

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર તરફથી એક સનસનાટીભર્યું નિવેદન આવ્યું છે. ગંભીરે તેમના નેતૃત્વ પર સવાલ ઉઠાવનારા ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો છે. ગંભીર કહે છે કે તેમને રાજકારણ બિલકુલ પસંદ નથી અને તેઓ અહીં એક નીડર ટીમ તૈયાર કરવા આવ્યા છે. ગંભીરે કોમેન્ટેટર્સ પર પણ નિશાન સાધ્યું. ભારતીય ટીમના કોચે કહ્યું કે ભારતીય ક્રિકેટ કોઈની જાગીર નથી.ગૌતમ ગંભીરે એક શોમાં વાત કરતી વખતે ટીકાકારોને આડે હાથ લીધા. તેણે કહ્યું, જ્યારે મેં આ નોકરી સ્વીકારી, ત્યારે મને ખબર હતી કે ઉતાર-ચઢાવ આવશે. મારું કામ મારા દેશને ગર્વ અપાવવાનું છે. હું અહીં એસી કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા કેટલાક લોકોને ખુશ કરવા માટે નથી. કેટલાક લોકો છેલ્લા 25 વર્ષથી કોમેન્ટ્રી બોક્સમાં બેઠા છે અને ભારતીય ક્રિકેટને પોતાની જાગીર માને છે. જોકે, આવું નથી.

હિન્દુસ્તાનનું ક્રિકેટ 140 કરોડ ભારતીયોની ઓળખ છે અને તે એવી જ રહેશે.ગંભીરે આગળ કહ્યું, તેઓએ મારા કોચિંગ, રેકોર્ડ્સ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં મળેલી ઈનામી રકમથી લઈને દરેક બાબત પર સવાલ ઉઠાવ્યા. મારે આ દેશને કહેવાની જરૂૂર નથી કે મેં મારા પૈસા ક્યાં છોડી દીધા છે અને હું ક્યાં રોકાણ કરું છું. જોકે, આ દેશને ખબર હોવી જોઈએ કે આ લોકો ગછઈં બનીને ભારતમાંથી પૈસા કમાય છે, પરંતુ ટેક્સ બચાવવા માટે ગછઈં બને છે. હું એક ભારતીય છું અને મારા છેલ્લા શ્વાસ સુધી ભારતીય રહીશ. હું ટેક્સ બચાવવા માટે ગછઈં નહીં બનું. હું કોઈ આરામદાયક ક્લબ કે લોબીનો કોચ નથી. આ બધા પ્રશ્નોના જવાબ આપવાનું મારું કામ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *