વિયેટનામના ન્હા ટ્રાંગ શહેરમાં એક ભારતીય અબજોપતિ યુગલનાં શાનદાર અને લક્ઝુરિયસ લગ્નનો જલસો પ્લાન થઈ રહ્યો છે. પાંચ દિવસના આ લગ્નસમારંભમાં 1400થી વધુ મહેમાનો હાજર રહેવાના છે. વિયેટનામના કોસ્ટલ સિટીના રિસોર્ટમાં થનારાં આ લગ્નમાં તમામ ટ્રેડિશનલ વિધિઓ, રિસેપ્શન અને એન્ટરટેઇન્મેન્ટ શોઝ યોજાશે. ભારતીય અબજોપતિ પરિવારના આ સુપર લક્ઝુરિયસ વેડિંગમાં લગભગ 47 કરોડ રૂૂપિયાનો ખર્ચ અંદાજિત છે.
એના માટે વિયેટનામના કલ્ચર, સ્પોર્ટ્સ અને ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના લીડરે આ લગ્ન વિશે કહ્યું હતું કે આ લગ્નના આયોજન થકી લગભગ 600 લોકોને રોજગાર મળશે. ડિસેમ્બર મહિનામાં આ લગ્ન હશે. ભારતથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં મહેમાનોને વિયેટનામ લાવવામાં આવશે. મહેમાનો રિસોર્ટમાં ચાર રાત રોકાશે અને રોજ દિવસમાં બે મોટી ઇવેન્ટ્સ અને સેરેમની હશે. આ વિયેટનામનું અત્યાર સુધીનું સૌથી ગ્રેન્ડ ઇન્ડિયન વેડિંગ હોવાનું મનાઈ રહ્યું છે.
