Connect with us

Sports

ભારતે બીજા દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય,જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈવેંટ

Published

on

બેંગલુરુમાં રમાનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. પરંતુ બીજા દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. AccuWeatherના અહેવાલ મુજબ આજે પણ વરસાદની સંભાવના છે પરંતુ વરસાદ હાલ પૂરતો બંધ થઈ ગયો છે. વરસાદની 40 ટકા સંભાવના છે, જે રમતને બગાડી શકે છે.

ન્યૂઝીલેન્ડે ભારતમાં અત્યાર સુધીમાં 12 ટેસ્ટ સીરીઝ રમી છે પરંતુ તે એકપણ ટેસ્ટ સીરીઝ જીતી શકી નથી. ન્યૂઝીલેન્ડે છેલ્લી વખત ભારતમાં 1988માં વાનખેડે ખાતે ટેસ્ટ મેચ જીતી હતી.

ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમે પહેલા બેટિંગ કરવા જઈ રહ્યા છીએ, શરૂઆતમાં થોડી બેટિંગ કરવી મુશ્કેલ હોઈ શકે છે પરંતુ પિચની પ્રકૃતિ એવી છે કે તમે પહેલા બોર્ડ પર રન બનાવવા માંગો છો. અમે છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. અમારા માટે આ એક નવી શ્રેણી છે અને અમે સારી શરૂઆત કરવા માંગીએ છીએ. છેલ્લી ટેસ્ટથી બે ફેરફાર કરવામાં આવ્યા છે, સરફરાઝને ગિલની જગ્યાએ અને કુલદીપને આકાશની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે કહ્યું કે વિકેટ પર ઘણા સમયથી કવર છે, તેથી આશા છે કે અમે શરૂઆતમાં બોલ સાથે તેનો સારો ઉપયોગ કરી શકીશું. હવામાન થોડું ખરાબ છે, તેથી અમે અહીં સારી તૈયારી કરી શક્યા નથી. એજાઝ પટેલની સાથે અમારી પાસે ત્રણ ઝડપી બોલર છે અને અમારી પાસે બે ઓલરાઉન્ડર છે જે સ્પિન બોલિંગ પણ કરે છે.

ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન: ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટ-કીપર), ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી, ટિમ સાઉથી, એજાઝ પટેલ, વિલિયમ ઓ’રર્કે.

Sports

સનરાઈઝર્સ હૈદરાબાદ વિસ્ફોટક વિકેટકીપર હેનરિક ક્લાસેનને ચૂકવશે 23 કરોડ રૂપિયા

Published

on

By


આઈપીએલ 2025ની સિઝન પહેલા યોજાનારી મેગા ઓક્શન હવે વધુ દૂર નથી. એવું માનવામાં આવે છે કે બીસીસીઆઈ નવેમ્બરના અંતમાં મેગા હરાજીનું આયોજન કરશે. આવી સ્થિતિમાં, તમામ ટીમોએ હરાજી પહેલા જ તેમના રિટેન કરેલા અને રિલીઝ કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કરવા પડશે. આ જાહેરાત પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.


સનરાઈઝર્સ હૈદરાબાદ, જે ગત સિઝનમાં રનર્સઅપ રહી હતી, તે એક ખેલાડીને જાળવી રાખવા માટે 23 કરોડ રૂૂપિયાનો જંગી ખર્ચ કરી શકે છે. કાવ્યા મારનની માલિકીની આ ફ્રેન્ચાઈઝી ટીમના કેપ્ટન પેટ કમિન્સ અથવા સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડને નહીં પરંતુદક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેનને આ રકમ ચૂકવશે અને રિટેન કરશે.


હૈદરાબાદે ગત સિઝનમાં પેટ કમિન્સને 20.50 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. આ રીતે તે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો. હૈદરાબાદે તેને કેપ્ટન પણ બનાવ્યો અને તે ટીમને ફાઈનલમાં લઈ ગયો. આ હોવા છતાં, એસઆરએચ સૌથી વધુ રકમ ચૂકવીને તેને જાળવી રિટેન કરવા તૈયાર નથી. ઈએસપીએન-ક્રિકઈન્ફો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લી સિઝનની રનર-અપ હૈદરાબાદ ક્લોસેનને પસંદ કરશે, જેણે છેલ્લી સિઝનમાં 171ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી 479 રન બનાવ્યા હતા, તેની પ્રથમ જાળવણી તરીકે. જોકે, આ વખતે કમિન્સને આશરે રૂૂ. 2.5 કરોડ ઓછા મળશે. કે કેપ્ટનશિપની જવાબદારી ફરી કમિન્સના હાથમાં રહેશે.એસઆરએચ ગત સિઝનમાં પોતાની વિસ્ફોટક ઓપનિંગથી બધાને ચોંકાવનારા યુવા ભારતીય બેટ્સમેન અભિષેક શર્માને ત્રીજા નંબર પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે અને આ માટે તેને 14 કરોડ રૂૂપિયા મળશે. આશ્ચર્યજનક વાત એ છે કે અભિષેક શર્માએ 204ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા હતા અને સૌથી વધુ 42 સિક્સર ફટકારી હતી. જ્યારે ટ્રેવિસ હેડે આ બંને કરતા વધુ રન બનાવ્યા હતા.

એસઆરએચએ યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. રેડ્ડીએ તેની ડેબ્યૂ સિઝનમાં માત્ર થોડી જ ઈનિંગ્સમાં પ્રભાવિત કર્યા અને ત્યારબાદ તેણે તાજેતરમાં જ ટીમ ઈન્ડિયા માટે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું, જ્યાં તેણે બાંગ્લાદેશ સામે માત્ર 34 બોલમાં 74 રન બનાવ્યા. આ સિવાય તે સિરીઝમાં 3 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો.

Continue Reading

Sports

ભારત-ન્યૂઝીલેન્ડની તમામ વન-ડે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

Published

on

By


ભારત અને ન્યૂઝીલેન્ડની વન-ડે સિરિઝની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ વન-ડે શ્રેણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ભારત-ન્યૂઝીલેન્ડ વન ડે સીરીઝની શરૂૂઆત 24 ઓક્ટોબરથી થશે. ત્યાર બાદ બંને ટીમો 27 ઓક્ટોબરે આમને સામને ટકરાશે. જ્યારે સીરીઝની ત્રીજી વન ડે 29 ઓક્ટોબરે રમાશે. ભારત-ન્યૂઝીલેન્ડ સીરીઝની આ ત્રણેય વન-ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.


આ અગાઉ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે 2022માં ભારતનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 વન ડે મેચોની સીરીઝ રમાઈ હતી. હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ભારતીય ટીમે સીરીઝ 4-1થી પોતાના નામે કરી હતી. જોકે પાછલા દિવસોમાં ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે ભારતને 58 રનના મોટા સ્કોરથી હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની આશા પર પાણી ફેરવી દીધું હતું.

Continue Reading

Sports

ફૂટબોલ સ્ટાર એમબાપ્પે પર બળાત્કારનો આરોપ

Published

on

By

રમતગમત જગતમાં અચાનક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ફૂટબોલર કૈલિયન એમબાપ્પે એક મોટા વિવાદમાં આવી ગયો છે. તેના પર હોટલમાં બળાત્કારનો આરોપ છે. જો કે, દિગ્ગજ ખેલાડીએ આ મામલે પોતાનું મૌન તોડ્યું અને તેને નકલી ગણાવ્યું. પરંતુ બીજી તરફ પોલીસે ઝડપી તપાસ શરૂૂ કરી છે.


એક અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેના પર બળાત્કારનો આરોપ છે. હાલમાં પોલીસ તેમની તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ ખબફાાય એ આ સમાચારની નિંદા કરી અને તેને નકલી ગણાવ્યો. અખબારે અહેવાલ આપ્યો છે કે સ્વીડિશ પોલીસ બેંક હોટેલમાં કથિત બળાત્કારની ઘટનાની તપાસ કરી રહી છે, જ્યાં ખબફાાય અને તેના સાથીઓ એક રાત રોકાયા હતા. ખબફાાય એ આ મુદ્દા પર પોતાનું મૌન તોડ્યું છે, અને દાવો કર્યો છે કે તે તેની છબી અને પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ છે, તે પણ બાકી પગાર અંગેની સુનાવણી પહેલા. તે જ સમયે, તેમની ટીમે દાવો કર્યો છે કે સત્ય બહાર લાવવા અને ફ્રેન્ચ ફોરવર્ડની છબી સુધારવા માટે તમામ કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, ધ સનના અહેવાલ મુજબ, ટીમે ડાંકેની ઈજા પર પણ કહ્યું કે તેના પર લાગેલા આરોપો સંપૂર્ણપણે ખોટા અને બે જવાબદાર છે.

Continue Reading
ગુજરાત36 seconds ago

સ્વ.પોપટભાઇ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહની સજા માફીને હાઇકોર્ટમાં પડકાર

ક્રાઇમ7 mins ago

લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ

રાષ્ટ્રીય12 mins ago

સલમાન મુક્તિધામ મુકામ પર આવી માફી માગે તો બિશ્નોઈ સમાજ માફ કરશે

આંતરરાષ્ટ્રીય17 mins ago

ફૂટબોલ ચાહકોના દિલ તૂટશે, મેસીએ આપ્યો નિવૃત્તિનો સંકેત

રાષ્ટ્રીય20 mins ago

નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો

Sports21 mins ago

સનરાઈઝર્સ હૈદરાબાદ વિસ્ફોટક વિકેટકીપર હેનરિક ક્લાસેનને ચૂકવશે 23 કરોડ રૂપિયા

Sports24 mins ago

ભારત-ન્યૂઝીલેન્ડની તમામ વન-ડે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

આંતરરાષ્ટ્રીય39 mins ago

છ વર્ષ બાદ ધ વિકટોરિયાઝસિક્રેટ ફેશન શોની જમાવટ

આંતરરાષ્ટ્રીય42 mins ago

ખાલિસ્તાનીઓના કારણે ભારત કેનેડાના સંબંધો વધુ બગડશે

ગુજરાત48 mins ago

દેણું વધી જતાં રાવલના યુવાનનો ઝેરી દવા પી આપઘાત

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય19 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય19 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત20 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending