ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમંત, અમેરિકાએ કરી મધ્યસ્થી: ટ્રમ્પનો દાવો

  ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે…

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો શાંતિ પર સંમત થયા છે. અમે બંનેને મનાવવાનો પ્રયાસ કર્યો અને તેમાં સફળ રહ્યા.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને દેશોમાં જે વાતાવરણ બની રહ્યું હતું તેને શાંત કરવું જરૂરી હતું. અમે ગઈકાલે રાતથી આ માટે પ્રયાસ શરૂ કર્યા હતા અને બંને દેશો સંમત થયા હતા. હવે બંને યુદ્ધવિરામ માટે તૈયાર છે.

મેં અને જેડી વાન્સે ભારત અને પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ, વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર, આર્મી ચીફ અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અસીમ મલિકનો સમાવેશ થાય છે.

મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થઈ છે અને તટસ્થ સ્થળે વિવિધ મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

શાંતિપૂર્ણ માર્ગ પસંદ કરવામાં વડા પ્રધાન મોદી અને શરીફ દ્વારા દર્શાવવામાં આવેલી દૂરંદેશી, સમજદારી અને રાજદ્વારી શાણપણની અમે પ્રશંસા કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *