દુબઈમાં રમાઈ રહેલા મહિલા ટી20 એશિયા કપ 2026ની શરૂૂઆત 28 ઓગસ્ટથી થઈ છે. 1 સપ્ટેમ્બર સુધીમાં બંને ગ્રુપને મળીને કુલ 5 મેચ રમાઈ ચૂકી છે. ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ ટીમો ઓછામાં ઓછી એક મેચ રમી ચૂકી છે. ગ્રુપ-એની પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય મહિલા ટીમે શાનદાર શરૂૂઆત કરીને પ્રથમ સ્થાન મેળવી લીધું છે.ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચમાં થાઈલેન્ડ મહિલા ટીમને 94 રનના મોટા અંતરથી હરાવી હતી. આ જીત બાદ ભારતના 2 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ 4.700 છે. મોટા અંતરની જીતને કારણે ભારતે ગ્રુપ-એમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે.
ગ્રુપ-એમાં પાકિસ્તાન મહિલા ટીમ 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં થાઈલેન્ડને 35 રનથી હરાવ્યું હતું.આ જીત બાદ પાકિસ્તાનનો નેટ રન રેટ 1.750 છે.ભારત અને પાકિસ્તાન બંનેના 2-2 પોઈન્ટ છે, પરંતુ ભારતનો નેટ રન રેટ વધુ સારો હોવાથી તે પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને છે. બંને ટીમો વચ્ચે આગળની મેચો બાદ ગ્રુપની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. ગ્રુપ-એમાં થાઈલેન્ડ મહિલા ટીમ ત્રીજા સ્થાને છે. ગ્રુપ-બીની વાત કરીએ તો ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા મહિલા ટીમે પણ શાનદાર શરૂૂઆત કરી છે.શ્રીલંકાએ પોતાની પ્રથમ મેચમાં યજમાન યુએઇ મહિલા ટીમને 9 વિકેટે હરાવી હતી.આ મોટી જીતના કારણે શ્રીલંકા 2 પોઈન્ટ સાથે ગ્રુપ-બીમાં પ્રથમ સ્થાને છે.તેનો નેટ રન રેટ 6.263 છે.બાંગ્લાદેશ મહિલા ટીમ ગ્રુપ-બીમાં બીજા સ્થાને છે. બાંગ્લાદેશે પણ પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી છે અને તેના 2 પોઈન્ટ છે. તેનો નેટ રન રેટ 3.550 છે.શ્રીલંકા અને બાંગ્લાદેશ બંનેએ 1-1 મેચ રમી છે અને બંનેના 2 પોઈન્ટ છે,પરંતુ નેટ રન રેટના કારણે શ્રીલંકા ટોચ પર છે.
ગ્રુપ-બીમાં ઈન્ડોનેશિયા મહિલા ટીમ ત્રીજા સ્થાને છે. ઈન્ડોનેશિયાને પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેનો નેટ રન રેટ -3.550 છે.યજમાન ઞઅઊ મહિલા ટીમ ગ્રુપ-ઇમાં ચોથા અને અંતિમ સ્થાને છે. યુએઇને પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકા સામે 9 વિકેટે હાર મળી હતી.તેનો નેટ રન રેટ -6.263 છે. આ રીતે મહિલા એશિયા કપ 2026માં શરૂૂઆતના તબક્કે ભારત અને શ્રીલંકાએ પોતાના-પોતાના ગ્રુપમાં મજબૂત સ્થિતિ બનાવી છે. ગ્રુપ-એમાં ભારતનો નેટ રન રેટ તેને ટોચ પર રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે, જ્યારે ગ્રુપ-બીમાં શ્રીલંકાએ મોટી જીત સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આગામી મેચોમાં પોઈન્ટ્સ ટેબલમાં વધુ રસપ્રદ ફેરફારો જોવા મળી શકે છે.
