ભારત ચૂંટણીમાં દખલ કરી શકે છે: કેનેડાનો આરોપ

  કેનેડાએ ચૂંટણી પહેલા ભારત પર અતિગંભીર આરોપો લગાવ્યા છે. કેનેડાનો આરોપ છે કે ત્યાંની ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી શકે છે કારણ કે અત્યારે બંને…

 

કેનેડાએ ચૂંટણી પહેલા ભારત પર અતિગંભીર આરોપો લગાવ્યા છે. કેનેડાનો આરોપ છે કે ત્યાંની ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી શકે છે કારણ કે અત્યારે બંને દેશોના સંબંધ ખરાબ છે. કેનેડાની ગુપ્તચર એજન્સીનો દાવો છે કે ભારત, ચીન, રશિયા અને પાકિસ્તાન કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ આગામી 28 એપ્રિલે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.

કેનેડાની ગુપ્તચર એજન્સી CSISના ઉપપ્રમુખ વેનેસા લોયડનો દાવો છે કે કેનેડાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ચીન તરફથી AIનો ઉપયોગ કરવામાં આવશે. તથા ભારત સરકારમાં પણ કેનેડાની લોકતાંત્રિક પ્રક્રિયા પર દખલ કરે તેવી ક્ષમતા છે.

નોંધનીય છે કે કેનેડાના પૂર્વ પીએમ ટ્રુડોની અવળચંડાઇના કારણે ભારત અને કેનેડાના સંબંધો હાલ અતિસંવેદનશીલ સમયથી પસાર થઈ રહ્યા છે. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોને ખુલ્લી છૂટ આપવામાં આવે છે. જેના કારણે કેનેડામાં સતત ભારત વિરોધી ગતિવિધિના આરોપો લાગુ ચૂક્યા છે. બીજી તરફ કેનેડાનો દાવો છે કે ભારતે કેનેડામાં ઘૂસીને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા કરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *