ગિલના અણનમ 223 અને રોહિતની સદી સાથે ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ

ભારતીય ક્રિકેટ ટીમે વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો જ અને સુવર્ણ અધ્યાય ઉમેર્યો છે. આસામના ગુવાહાટી સ્થિત બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી…

ભારતીય ક્રિકેટ ટીમે વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો જ અને સુવર્ણ અધ્યાય ઉમેર્યો છે. આસામના ગુવાહાટી સ્થિત બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ 400 થી વધુ રનનો પહાડ જેવો લક્ષ્યાંક અત્યંત આસાનીથી હાંસલ કરી લીધો છે. કેપ્ટન શુભમન ગિલની ઐતિહાસિક અણનમ બેવડી સદી અને રોહિત શર્માની વિસ્ફોટક સદીના જોરે ભારતે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે કચડીને 3 મેચની શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે.મેચની શરૂૂઆતમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતીય બોલરોની બરાબર ધોલાઈ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોન કેમ્પબેલ, શાઈ હોપ અને આમિર જાંગુ એમ ત્રણ બેટ્સમેનોએ શાનદાર સદીઓ ફટકારી હતી. જેના પરિણામે પ્રવાસી ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 405 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. નોંધનીય છે કે, તિરુવનંતપુરમ ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં સદી ફટકારનાર વિન્ડીઝનો ખેલાડી જસ્ટિન ગ્રીવ્સ અનફિટ હોવાના કારણે આ મેચ રમી શક્યો ન હતો, જે વેસ્ટ ઈન્ડિઝ માટે એક મોટો ઝટકો હતો.
406 રનના અત્યંત મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ઓપનિંગ જોડીએ શરૂૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. રોહિત શર્મા અને શુભમન ગિલે પહેલી વિકેટ માટે માત્ર 158 બોલમાં 255 રનની ઐતિહાસિક ભાગીદારી નોંધાવીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો.

આક્રમક ફોર્મમાં જોવા મળેલા રોહિત શર્માએ માત્ર 75 બોલનો સામનો કરીને 10 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગાની મદદથી 101 રનની શાનદાર સદી ફટકારી હતી. આ ઓપનિંગ ભાગીદારીએ મેચને સંપૂર્ણપણે ભારતની તરફેણમાં લાવી દીધી હતી.રોહિત શર્માના આઉટ થયા બાદ પણ કેપ્ટન શુભમન ગિલે પોતાનો આક્રમક અંદાજ ચાલુ રાખ્યો હતો. તેણે વનડે ક્રિકેટ ઈતિહાસની સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગિલે માત્ર 133 બોલમાં 26 ચોગ્ગા અને 8 ભવ્ય છગ્ગા ફટકારીને અણનમ 223 રનની કેપ્ટન ઈનિંગ રમી હતી. તેની આ અવિશ્વસનીય બેટિંગના કારણે ભારતે 406 રનનો લક્ષ્યાંક માત્ર 43.3 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો.

આ ઐતિહાસિક જીત સાથે ભારતે વનડે ક્રિકેટમાં પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલાં ભારતનો સૌથી મોટો સફળ રન ચેઝ 360 રનનો હતો, જે તેણે વર્ષ 2013 માં ઓસ્ટ્રેલિયા સામે 362 રન બનાવીને હાંસલ કર્યો હતો. હવે 400 પ્લસ રન ચેઝ કરીને ભારતે નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.

વનડે ક્રિકેટના સમગ્ર ઈતિહાસમાં આ માત્ર બીજી જ વાર બન્યું છે જ્યારે કોઈ ટીમે 400 થી વધુ રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક ચેઝ કર્યો હોય. આ અગાઉ વર્ષ 2006 માં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે 438 રનનો ઐતિહાસિક ચેઝ કર્યો હતો. અગાઉ શ્રેણીની પ્રથમ વનડે મેચમાં પણ ભારતીય ટીમે 8 વિકેટે એકતરફી જીત મેળવી હતી, અને હવે આ બીજી જીત સાથે ભારતે સિરીઝ પર કબ્જો જમાવી લીધો છે.

સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ’હિટમેન’ તરીકે જાણીતા રોહિત શર્માએ પોતાની વિસ્ફોટક બેટિંગ શૈલીનો પરચો આપતા વનડે (ઘઉઈં) ક્રિકેટમાં એક નવો ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી વનડે શ્રેણીની બીજી મેચમાં તેણે શાનદાર બેટિંગ કરીને 12,000 રનનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ રોહિત શર્મા દિગ્ગજ બેટ્સમેનો સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની ચુનંદા ક્લબમાં સામેલ થઈ ગયો છે. રોહિત શર્માની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેણે માત્ર 282 વનડે ઇનિંગ્સ રમીને આ મુકામ પાર કર્યો છે. સૌથી ઓછી ઇનિંગ્સમાં 12,000 રન પૂરા કરવાના મામલે તે હવે વિશ્વમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે આ રેકોર્ડમાં ’ક્રિકેટના ભગવાન’ ગણાતા સચિન તેંડુલકર (300 ઇનિંગ્સ) ને પાછળ છોડી દીધા છે. આ યાદીમાં પ્રથમ ક્રમે વિરાટ કોહલી છે, જેણે માત્ર 242 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

ભારત જીત્યું, પણ ગૌતમ ગંભીર ખુશ નથી
ગુવાહાટીમાં રમાયેલી આ મેચમાં રનનો વરસાદ જોઈને ચાહકો ખૂબ જ રોમાંચિત થયા હતા. જોકે, ગૌતમ ગંભીર હજુ પણ ખુશ નથી. મેચ બાદ તેમણે બ્રોડકાસ્ટર્સ સમક્ષ તેમના આ વલણ પાછળનું કારણ સ્પષ્ટ કર્યું. મેચ પછી સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા ગંભીરે કહ્યું, “જુઓ, સાચું કહું તો મને લાગે છે કે બેટ અને બોલ વચ્ચે થોડી વધુ સ્પર્ધા હોવી જોઈએ; કારણ કે જ્યારે તમે ક્રિકેટની વાત કરો છોતો આ ક્રિકેટ નથી, આ તો માત્ર બેટિંગ છે. જરા કલ્પના કરો કે કોઈ યુવા બોલર આ પિચ પર બોલિંગ કરી રહ્યો છે: સામેની ટીમ 400 રન બનાવે છે અને પછી આપણે તે 400 રનનો પીછો કરવા ઉતરીએ છીએ. ચોક્કસ, આ રેકોર્ડ્સ માટે, ચાહકો માટે અને બ્રોડકાસ્ટર માટે સારું છે; પરંતુ જો તમે મને પૂછોએક સાચા ક્રિકેટ ચાહક અને કોચ તરીકેતો મારે બોલરોની સ્થિતિ પણ સમજવી પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *