ભારત ખેતીપ્રધાન દેશ પણ સરકાર બુટલેગર પ્રધાન છે

દીકરીનું સરઘસ કઢાવનારના બદલે રાજુ કરપડા જેલમાં છે: અમરેલીમાં ‘આપ’ની મહાપંચાયતમાં ધારાસભ્ય ઇટાલિયાની સટાસટી ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અને અધિકાર…

દીકરીનું સરઘસ કઢાવનારના બદલે રાજુ કરપડા જેલમાં છે: અમરેલીમાં ‘આપ’ની મહાપંચાયતમાં ધારાસભ્ય ઇટાલિયાની સટાસટી

ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અને અધિકાર અપાવવા સહિત અલગ અલગ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું . આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, અમરેલી લોકસભા પ્રમુખ કાંતિ સતાસીયા, અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા, જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરીયા, ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખ દોમડીયા, જિલ્લા મહામંત્રી શૈલેષ ભાદાણી, જિલ્લા મહામંત્રી હિરેન વિરડીયા, વિધાનસભા ઇન્ચાર્જ રાજેન્દ્ર બારૈયા, વિધાનસભા ઇન્ચાર્જ ઓધવજી પટેલ, વિધાનસભા ઇન્ચાર્જ ભુપત વિરડીયા, વિધાનસભા ઇન્ચાર્જ રાહુલ હરખાણી, વિધાનસભા ઇન્ચાર્જ મોહમ્મદ ઈશાકભાઈ ગાહા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું.

કિસાન પંચાયતમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આપણા દેશ ખેતીપ્રધાન દેશ છે પરંતુ સરકાર ખેતીપ્રધાન નથી. સરકાર આજે બુટલેગરપ્રધાન થઈ ગઈ છે, એના કારણે ખેડૂતોને બારેમાસ આંદોલન કરવા પડે છે પરંતુ બુટલેગરે કોઈપણ પ્રકારના આંદોલન કરવા પડતા નથી, કારણ કે ગુજરાતમાં બુટલેગરોને કોઈ તકલીફ પડતી નથી. જ્યારે ખેડૂતોને નકલી બિયારણ વિરુદ્ધ આંદોલન કરવું પડે, જમીન સંપાદન મુદ્દે આંદોલન કરવું પડે છે, કડદા પ્રથા વિરુધ્ધ આંદોલન કરવું પડે છે, તો જો દેશ ખેતીપ્રધાન છે અને સરકાર ખેતીપ્રધાન હોત તો ખેડૂતોને આટલી સમસ્યા ન ઉઠાવવી પડતી હોત. ખેડૂતોને વારંવાર અલગ અલગ લાઇનમાં ઊભા રાખી દેવામાં આવે છે. આજે ગુજરાતમાં હજારો લાખો ખેડૂતો દુ:ખી થઈ રહ્યા છે. જેના કારણે હવે ઈસુદાન ભાઈ, ગોપાલભાઈ, હેમંતભાઈ, રાજુભાઈ, પ્રવીણભાઈ, બ્રિજરાજભાઈ, ચૈતરભાઈ સહિત અનેક ખેડૂતોના દીકરાઓએ બીડુ ઝડપી છે કે હવે ગુજરાતમાં ખેડૂતોની સરકાર બનાવવામાં આવશે.

ધારાસભ્ય ઇટાલીયાએ વધુમાં જણાવ્યું કે, ખેડૂત માટે લડવા માટે જ્યારે આમ આદમી પાર્ટી આગળ આવી તો ભાજપના ગુંડાઓએ આમ આદમી પાર્ટીને દબાવવાની કોશિશ કરી. બોટાદમાં કડદો થયો અને રાજુભાઈ કરપડાએ એ મુદ્દે અવાજ ઉઠાવવાનું શરૂૂ કર્યું અને આજે તેઓ જેલમાં છે. તો મારો સવાલ છે કે એમણે શું ખોટું કર્યું છે? હકીકતમાં એ ગુંડાને જેલ મોકલવાની જરૂૂર હતી જેણે એક દલિત સમાજના વ્યક્તિને ધમકી આપી કે કેજરીવાલની સભામાં જઈશ તો ટાંટિયા તોડી નાખીશ, અમરેલીના બજારમાં જે વ્યક્તિએ એક દીકરીનું સરઘસ કઢાવ્યું એ વ્યક્તિ જેલમાં હોવો જોઈતો હતો પરંતુ એની જગ્યાએ આજે રાજુ કરપડા જેલમાં છે.

આ તકે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી સરકારે ખેડૂતો,ખેતી, ગામડાઓ ભાંગવાનું કામ કર્યું છે. વર્ષોથી સત્તામાં હોવા છતાં તેમની નીતિઓ ખેડૂત અને ગામડા વિરોધી રહી છે. આજે ગામડામાં જીવવું એ લગભગ મરવા સમાન છે. તમામ જગ્યાએ સુવિધાઓનો અભાવ છે. આવકના સાધનો નથી, ખેતી પર નિર્ભર હોય ત્યારે ખેતીને સદ્ધર કરવાને બદલે સરકાર ખેતીને બર્બાદ કરવાની નીતિઓ અપનાવે છે. આપણે સૌ આ પરિસ્થિતિનો ભોગ બનેલા છીએ.

‘આપ’ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે બોટાદથી શરૂૂ થયેલા કડદા પ્રથા વિરોધી આંદોલનના 10 જેટલી માંગણીઓ મૂકવામાં આવી હતી. આ માંગણીઓ લઈને અમે ગુજરાતનાં ખૂણે ખૂણે જવાનું નિર્ધાર કર્યો છે. ત્યારબાદ જામનગર, જામ ખંભાળિયા, તાપી, બનાસકાંઠા, આણંદ અને આજે અમે અહીંયા આપણી વચ્ચે તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. જાતિ અને ધર્મ ભૂલીને ગુજરાતનાં લોકોને એક છત નીચે લાવવાની આમ આદમી પાર્ટીની પહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *