આજે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. આ દરમિયાન ભારતે પહેલીવાર અલી ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભારત સરકાર વતી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ દિલ્હીમાં ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી હતી અને શોક રજિસ્ટરમાં હસ્તાક્ષર કર્યા હતા. તેમણે ઈરાનના મૃત્યુ પામેલા સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને પણ સંવેદના વ્યક્ત કરી હતી.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના 28 ફેબ્રુઆરીના રોજ યુએસ-ઇઝરાયલી હવાઈ હુમલામાં મૃત્યુ થયું હતું. તેઓ 1989થી ઈરાનના ટોચના રાજકીય અને ધાર્મિક નેતા હતા. યુએસ-ઇઝરાયલી સંયુક્ત હુમલામાં ખામેનીના કમ્પાઉન્ડ પર 30 મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં ખામેનીની પત્ની મન્સૌરેહ ખોજસ્તેહ બાઘરઝાદેહ પણ આ હુમલામાં ઘાયલ થયા હતા અને બાદમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
ખામેનીના કમ્પાઉન્ડ પર થયેલા મિસાઇલ હુમલામાં તેમની પત્ની, પુત્રવધૂ અને પૌત્રી સહિત 40 કમાન્ડરો માર્યા ગયા. ખામેની અને તેમની પત્નીને છ બાળકો છે: ચાર પુત્રો અને બે પુત્રીઓ. પુત્રો મુસ્તફા, મોજતબા, મસૂદ અને મેયસમ છે. પુત્રીઓ બોશરા અને હોદા છે. આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ પછી નવા સર્વોચ્ચ નેતાની શોધ તીવ્ર બની રહી છે.
ખામેનીના બીજા પુત્ર, મોજતબા, પદ સંભાળવા માટે સંભવિત ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. જોકે, કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા અહેવાલો સૂચવે છે કે રિવોલ્યુશનરી ગાર્ડના દબાણ હેઠળ તેમના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે. મોજતબાની ડિગ્રી પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે.
