વન ડેમાં સૌથી વધુ 400 રનનો આંકડો પાર કરી ભારતે દક્ષિણ આફ્રિકાની બરાબરી કરી

ગિલ અને ઇશાનની ધુવાંધાર બેટિંગ સાથે ભારતે અફઘાનિસ્તનને હરાવ્યું કેપ્ટન શુભમન ગિલ અને ઇશાન કિશનની વિસ્ફોટક ઈનિંગની મદદથી ભારતે અફઘાનિસ્તાનને 403 રનનો લક્ષ્યાંક આપ્યો. અફઘાનિસ્તાને…

ગિલ અને ઇશાનની ધુવાંધાર બેટિંગ સાથે ભારતે અફઘાનિસ્તનને હરાવ્યું

કેપ્ટન શુભમન ગિલ અને ઇશાન કિશનની વિસ્ફોટક ઈનિંગની મદદથી ભારતે અફઘાનિસ્તાનને 403 રનનો લક્ષ્યાંક આપ્યો. અફઘાનિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 49.5 ઓવરમાં 402 રન બનાવ્યા. આ આઠમી વખત છે જ્યારે ભારતે ઓડીઆઇ ઇતિહાસમાં 400 રનનો આંકડો પાર કર્યો છે, જે આ રેકોર્ડમાં દક્ષિણ આફ્રિકાના રેકોર્ડની બરાબરી કરે છે. ગિલ અને ઇશાને આ મેચમાં ભારત માટે જોરદાર બેટિંગ કરી હતી અને બંને બેટ્સમેનોએ સદી ફટકારી હતી.

ભારતે ODI માં આઠમી વખત 400+ રન બનાવ્યા છે, જે સંયુક્ત રીતે સૌથી વધુ છે. ભારત ઉપરાંત, દક્ષિણ આફ્રિકાએ પણ આઠ વખત ODI માં 400+ રન બનાવ્યા છે. બીજી તરફ, ઇંગ્લેન્ડે સાત વખત ODI માં 400 રનનો આંકડો પાર કર્યો છે. ODI વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ત્રણ વખત 400 રનનો આંકડો પાર કર્યો છે.
એક સમયે, ભારતીય ટીમ 450 રનનો આંકડો પાર કરવા માટે તૈયાર દેખાતી હતી, પરંતુ ગિલ અને ઇશાનના આઉટ થયા પછી અફઘાન બોલરોએ વાપસી કરી અને ભારતને શ્રેણીબદ્ધ ઝટકા આપ્યા. જ્યારે ગિલ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 4 વિકેટે 360 રન હતો. આનો અર્થ એ થયો કે ભારતે તેમની છેલ્લી છ વિકેટ 42 રનમાં ગુમાવી દીધી. આ પહેલી વાર બન્યું જ્યારે કોઈ ટીમે ઘઉઈંમાં 400+ રન બનાવ્યા અને છતાં તે ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે ગિલે સૌથી વધુ 154 રન બનાવ્યા. ઇશાને 125 રન પણ ઉમેર્યા. ગિલ અને ઇશાને ત્રીજી વિકેટ માટે 224 રનની ભાગીદારી કરી. આ બંને ઉપરાંત, રોહિત શર્મા 48, શ્રેયસ ઐય્યર 26 અને વોશિંગ્ટન સુંદર 19 રન બનાવીને આઉટ થયો હતો.

અફઘાનિસ્તાન માટે નાંગેલિયા ખરોટીએ શાનદાર બોલિંગ કરી ચાર વિકેટ લીધી, જ્યારે રાશિદ ખાને ત્રણ વિકેટ લીધી. દરમિયાન, એએમ ગઝનફર અને મોહમ્મદ સલીમ સૈફીએ એક-એક વિકેટ લીધી. આ રીતે ભારતે અફઘાનિસ્તાન સામે તેનો સૌથી વધુ ODI સ્કોર હાંસલ કર્યો. ઓસ્ટ્રેલિયાએ આ ટીમ સામે સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે, તેણે 2015માં છ વિકેટે 417 રન બનાવ્યા હતા. દરમિયાન, ઇંગ્લેન્ડે 2019માં અફઘાનિસ્તાન સામે છ વિકેટે 397 અને શ્રીલંકાએ 2024માં ત્રણ વિકેટે 381 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *