ભારત-ઇંગ્લેન્ડ T20 મેચ વરસાદમાં ધોવાઇ, શનિવારે ફરી રમાશે

અભિષેક શર્માએ 20 બોલમાં ફટકારી ફાસ્ટેસ્ટ ફિફટી, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગાનો પણ રેકોર્ડ બનાવ્યો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 સીરિઝની પહેલી મેચ કોઈ પણ પરિણામ…

અભિષેક શર્માએ 20 બોલમાં ફટકારી ફાસ્ટેસ્ટ ફિફટી, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગાનો પણ રેકોર્ડ બનાવ્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 સીરિઝની પહેલી મેચ કોઈ પણ પરિણામ વગર પૂર્ણ રહી હતી. ડરહમ કાઉન્ટી ચેસ્ટર લે સ્ટ્રીટમાં બુધવાર 1 જુલાઈના રોજ રમાયેલી મેચ વરસાદના કારણે રદ થઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી અને 189 રન બનાવ્યા હતા. પરંતુ જ્યારે ઈંગ્લેન્ડને આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ઉતરવાનું હતુ. આ પહેલા વરસાદે વિધ્ન કર્યું હતુ. આને લઈ આ મેચ રદ કરી પડી છે. આ રીતે ચેસ્ટર લે સ્ટ્રીટમાં ભારત-ઈંગ્લેન્ડ મેચનો જૂનો ઈતિહાસ યથાવત રહ્યો હતો. રદ થયેલી મેચ તા.4ના માન્ચેસ્ટરમાં રમાશે.

બુધવારના 1 જુલાઈથી 5 ટી20 મેચની સીરિઝ શરુ થઈ હતી. પહેલી મેચ રિવરસાઈડ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. જ્યાં ભારત-ઈંગ્લેન્ડ મેચનો ઈતિહાસ સારો રહ્યો નહી. ભારતીય ટીમ આ ટી20 ઈન્ટરનેશનલ તો પહેલી વખત રમી રહી હતી પરંતુ તે પહેલા 2 વનડે મેચમાં આ મેદાનનો અનુભવ લઈ ચૂકી છે. આ બંને મેચ 2002 અને 2011માં રમાઈ હતી. બંને મેચ વરસાદના કારણે રદ થઈ હતી. સંયોગથી આ બંને મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી હતી. ઈંગ્લેન્ડની ઈનિગ્સ દરમિયાન વરસાદના કારણે મેચ રદ થઈ હતી.

ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પહેલી ઓવરથી વરસાદ શરુ થયો હતો. આખી ઈનિગ્સ દરમિયાન 2-3 વખત છાંટા સ્પષ્ટ જોવા મળ્યા હતા પરંતુ મેચ રોકવાની જરુર પડી ન હતી. પરંતુ 20મી ઓવરમાં વરસાદ વધારે આવતા જ ભારતીય ટીમની બેટિંગ પૂર્ણ થઈ હતી અને ખેલાડીઓ ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા હતા. અંતે વરસાદ બંધ થયો નહી અને અમ્પાયરે મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો.મેચની જો વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ વૈભવ સૂર્યવંશીને ડેબ્યુ કરવાની તક આપી નહી.

ઓપનિંગ કરી રહેલા સંજુ સેમસન 1 રન સાથે આ પ્રવાસ પર સતત ત્રીજી વખત ફેલ રહ્યો હતો. ઈશાન કિશન 0, અભિષેક શર્માએ ભારતીય ઈનિગ્સ સંભાળી હતી. 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે પણ કેપ્ટન તરીકે પોતાની પહેલી અડધી સદી ફટકારી હતી. 47 બોલમાં 68 રન કર્યા હતા.શિવમ દુબેની સાથે મળી ટીમને મજબુત સ્થિતિમાં રાખી હતી. દુબે 21 બોલમાં 42 રન બનાવ્યા હતા. તાબડતોડ બેટિંગથી ટીમનો સ્કોર 189 સુધી પહોંચ્યો હતો.ઈંગ્લેન્ડના સાકિબ મહમુદે સૌથી વધારે 3 વિકેટ લીધી હતી.

ભારતીય ક્રિકેટ ટીમનો યુવા અને આક્રમક બેટ્સમેન અભિષેક શર્મા હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં અભિષેકે પોતાની બેટિંગથી માત્ર રન જ નથી બનાવ્યા, પરંતુ ક્રિકેટના રેકોર્ડબુકમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. તેણે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને ઇંગ્લેન્ડની ધરતી પર કોઈ પણ ભારતીય દ્વારા સૌથી ઝડપી ટી20 ફિફ્ટીનો નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ મેચમાં તેણે કુલ 24 બોલનો સામનો કરીને 59 રન બનાવ્યા હતા. જેમાં તેણે 6 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા ફટકારી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ અગાઉનો રેકોર્ડ કે.એલ. રાહુલના નામે હતો, જેણે 2018માં માન્ચેસ્ટર ખાતે 27 બોલમાં અડધી સદી ફટકારી હતી. અભિષેકે રાહુલનો આ જૂનો રેકોર્ડ તોડીને નવી ઊંચાઈ હાંસલ કરી છે.

ઈશાન કિશનના રન આઉટ પર અભિષેક ભડક્યો
ઇંગ્લેન્ડ સામે પહેલી ટી20 મેચમાં ભારતીય ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ બીજી ઓવરમાં બે મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે થયેલી એક ભૂલના કારણે ભારતને મોટો આંચકો લાગ્યો હતો. હકીકતમાં બંને બેટ્સમેન વચ્ચે રન લેવાને લઈને તાલમેલ બેસ્યો નહીં. એક રન લેવાના પ્રયત્નમાં ઈશાન કિશન રન આઉટ થઈ ગયો. આ ઘટના પછી સ્ટમ્પ માઈકમાં બંને ખેલાડીઓ વચ્ચે થયેલી વાતચીત પણ રેકોર્ડ થઈ ગઈ. જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રન આઉટ પછી ઈશાન કિશને અભિષેક શર્માને કહ્યું, “તું ભાગ્યો કેમ નહીં, મેં કોલ કર્યો હતો ને.” તેના પર અભિષેકે નારાજગી વ્યક્ત કરતા જવાબ આપ્યો, “શું કરી રહ્યો છે યાર, પહેલા બોલ તો પાસ થવા દીધો હોત. શું લાગે છે, આઉટ કે નોટ આઉટ?” તેના પર ઈશાને કહ્યું કે “ક્લોઝ લાગી રહ્યું છે,” પરંતુ થર્ડ અમ્પાયરના નિર્ણયમાં તેને રન આઉટ આપવામાં આવ્યો અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું. ઈશાન અને અભિષેક શર્મા વચ્ચે થયેલી આ વાતચીત સ્ટમ્પ માઇકમાં કેદ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *