ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો ઘણીવાર ક્રિકેટના મેદાન પર જોવા મળ્યા છે, પરંતુ ફૂટબોલમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. મંગળવારે ઢાકામાં રમાયેલી SAFF ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. મેચ પૂરી થયા બાદ, પાકિસ્તાની ખેલાડીઓએ ભારતીય ટીમ માટે ’ગાર્ડ ઓફ ઓનર’ બનાવ્યું. બંને દેશોના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવીને સાચી રમતગમતની ભાવના (સ્પોર્ટ્સમેનશિપ)નું પ્રદર્શન કર્યું.
આ ક્ષણ ખાસ મહત્વપૂર્ણ હતી, કારણ કે તાજેતરના સમયમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ ક્રિકેટના મેદાન પર ટોસ વખતે કે મેચ પછી એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળતા આવ્યા છેઆ વલણ પુરુષ અને મહિલા બંને ક્રિકેટમાં જોવા મળ્યું છે. આ સ્થિતિ પહલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદ બંને દેશો વચ્ચે લશ્કરી તણાવ વધવાને કારણે સર્જાઈ હતી.ખિતાબી મુકાબલામાં, પાકિસ્તાને પ્રથમ હાફના સ્ટોપેજ ટાઈમમાં આલમગીર ગાઝીના ગોલ દ્વારા સરસાઈ મેળવી લીધી હતી.
સ્કોર બરાબર કરવા માટે ભારતે સખત સંઘર્ષ કરવો પડ્યો. 59મી મિનિટમાં, ટઅછ રિવ્યુ બાદ, જુનૈદ શાહને ખતરનાક ટેકલ કરવા બદલ રેડ કાર્ડ આપવામાં આવ્યું, જેના કારણે પાકિસ્તાને બાકીની મેચ 10 ખેલાડીઓ સાથે રમવી પડી. ભારતે આ તકનો તરત જ લાભ ઉઠાવ્યો; 60મી મિનિટે સુહેલ અહેમદ ભટ્ટે ગોલ કરીને મેચને 1-1થી બરાબર કરી દીધી. મેચ બરાબરી પર હતી ત્યારે, 88મી મિનિટે સંદીપ મંડીએ નિર્ણાયક ગોલ કરીને ભારત માટે 2-1થી જીત સુનિશ્ચિત કરી. આ જીત સાથે, ભારતે તેનું 10મું SAFF ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું જે સતત ત્રીજી વખત હતું. પાકિસ્તાન માટે, આ ટુર્નામેન્ટની ફાઇનલમાં તેમની પ્રથમ ઉપસ્થિતિ હતી. છ દેશોની આ સ્પર્ધામાં, ભારતે પોતાની મુખ્ય સિનિયર ટીમને બદલે યુવા ખેલાડીઓની ટીમ ઉતારી હતી, જેનું સંચાલન અંડર-23 કોચ નૌશાદ મૂસાએ કર્યું હતું.
