વુમન્સ એશિયા કપમાં પણ ભારતે પાક.ને 8 વિકેટે હરાવ્યું

  ભારતીય મહિલા અ ટીમે વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાની વુમન્સ A ટીમ સામે બેંગકોકના સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-A સ્ટેજની મેચમાં તેમને…

 

ભારતીય મહિલા અ ટીમે વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાની વુમન્સ A ટીમ સામે બેંગકોકના સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-A સ્ટેજની મેચમાં તેમને ખરાબ રીતે હરાવીને 8 વિકેટથી શાનદાર જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાનું આ મેચમાં બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતે પહેલા પાકિસ્તાની ટીમને 18.5 ઓવરમાં 93 રન પર ઓલઆઉટ કરી દીધી હતી અને ત્યારબાદ આ ટાર્ગેટ માત્ર 2 વિકેટ ગુમાવીને 10.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.

ભારત તરફથી ટાર્ગેટનો પીછો કરતી વખતે વૃંદા દિનેશની બેટિંગનું કૌશલ્ય જોવા મળ્યું હતું, જેમાં તેણે માત્ર 29 બોલમાં 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી.પાકિસ્તાની મહિલા અ ટીમને 93 રન પર રોક્યા બાદ સૌની નજર ભારતીય બેટ્સમેનોના પ્રદર્શન પર હતી. ટીમ ઈન્ડિયાની શરૂૂઆત સારી રહી નહોતી, જેમાં હુમૈરા કાઝી ખાતું ખોલાવ્યા વિના જ શૂન્ય રને પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ બેટિંગ કરવા આવેલી અનુષ્કા શર્માએ વૃંદા દિનેશ સાથે મળીને માત્ર ઇનિંગને સંભાળી જ નહીં, પરંતુ બંનેએ ખૂબ જ ઝડપથી રન પણ બનાવ્યા. પ્રથમ 6 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટે 63 રન હતો. ત્યારબાદ અનુષ્કા શર્મા 26 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 24 રન બનાવીને આઉટ થઈ હતી. વૃંદા અને અનુષ્કા વચ્ચે પ્રથમ વિકેટ માટે 79 રનની ભાગીદારી થઈ હતી.

અનુષ્કાના આઉટ થયા બાદ તેજલ હસબનીસ મેદાનમાં ઉતરી અને તેણે વૃંદા સાથે મળીને ટીમને જીત અપાવી. વૃંદાએ આ મેચમાં 29 બોલમાં અણનમ 55 રન બનાવ્યા, જેમાં તે 12 ચોગ્ગા મારવામાં સફળ રહી. જ્યારે તેજલ હસબનીસે 5 બોલમાં અણનમ 12 રન બનાવ્યા હતા. પાકિસ્તાની બેટ્સમેનો આ બોલરો સામે લાચાર દેખાયા હતા. કેપ્ટન રાધા યાદવે પોતાની 3 ઓવરમાં માત્ર 11 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રેમા રાવતે 3 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ અને સાઈમા ઠાકોરે તેની 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત જિંતીમણી કલિતા અને મીનુ મણીએ પણ 1-1 વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *