ભારતીય ક્રિકેટ ચાહકો માટે ડિસેમ્બર મહિનો રોમાંચક બનવાનો છે. એશિયા કપ ’રાઈઝિંગ સ્ટાર્સ’ ટુર્નામેન્ટમાં ઈન્ડિયા ’અ’ ટીમની સફર સેમીફાઈનલમાં પૂરી થયા બાદ હવે ટીમ આગામી પડકાર માટે તૈયાર થઈ રહી છે. ભારતીય ’અ’ ટીમ ડિસેમ્બરમાં નેપાળના પ્રવાસે જશે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ઝ20 શ્રેણી રમાશે. આ શ્રેણી 9 ડિસેમ્બરથી શરૂૂ થશે અને 13 ડિસેમ્બરે અંતિમ મેચ સાથે પૂર્ણ થશે. ઈન્ડિયા ’અ’ અને નેપાળ વચ્ચેની ઝ20 શ્રેણીમાં કુલ ત્રણ મેચ રમાશે.
તમામ મેચો ભારતીય સમય અનુસાર સવારે 9:45 વાગ્યે શરૂૂ થશે. આથી ક્રિકેટ ચાહકોને દિવસ દરમિયાન મેચો જોવાનો મોકો મળશે. આ શ્રેણી સત્તાવાર આંતરરાષ્ટ્રીય શ્રેણી નથી, પરંતુ બંને ટીમો માટે પોતાની ક્ષમતા દર્શાવવાની સારી તક બની રહેશે. ખાસ કરીને ઈન્ડિયા ’અ’ના યુવા ખેલાડીઓ માટે આ પ્રવાસ મહત્ત્વનો રહેશે, કારણ કે અહીં મળતું પ્રદર્શન ભવિષ્યમાં સિનિયર ટીમમાં સ્થાન મેળવવા માટે ઉપયોગી બની શકે છે.હાલમાં ટીમની જાહેરાત બાકી હોવાથી ખેલાડીઓની અંતિમ યાદી અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. સાથે જ ટીમના નેતૃત્વ અંગે પણ સ્પષ્ટતા થવાની બાકી છે.
