રાજકોટમાં બે બિલ્ડર, કપાસના બે ટોચના વેપારી, મોરબીના મેટ્રો-લેવીસ-ફેસ-મિલેનિયમ, લેકમી, ઇડન સિરામિક સહિતના જૂથોના ભાગીદારો અને ડાયરેક્ટરોને ત્યાં ઇન્કમટેક્સના 150 અધિકારીઓનો કાફલો ત્રાટક્યો
દરોડાના પ્રથમ કલાકમાં કરોડોના બેનામી વ્યવહારોના ચોપડા મળ્યા
રાજકોટ આવક વેરા વિભાગે તહેવારો પૂર્વે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ઇન્કમ ટેકસ વિભાગ દ્વારા રાજકોટ અને મોરબીમા 40 સ્થળોએ દરોડા પાડયા છે મોરબીનાં સિરામીક ગૃપ તથા તેની સાથે જોડાયેલા તેનાં ભાગીદારો, બિલ્ડર અને ટોચના બે કપાસના વેપારીઓને ત્યા આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે. રાજકોટ આવક વેરા વિભાગનાં નિરીક્ષણ હેઠળ હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમા રાજકોટ, અમદાવાદ અને સુરતથી 1પ0 અધીકારીઓનો કાફલો તપાસમા જોડાયો છે રાજકોટમા 6 ઉપરાંત મોરબીમા 34 મળી કુલ 40 સ્થળોએ દરોડામા પ્રથમ કલાકમા મોટા દસ્તાવેજો અને કરોડોનાં બેનામી વ્યવહારોનાં ચોપડા હાથ લાગ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. આ દરોડા હજુ 3 દિવસ સુધી ચાલુ રહેશે તેમ ઇન્કમ ટેકસ વિભાગનાં સુત્રો જણાવી રહયા છે.
મોરબીનાં જુના હિરાનાં ધંધાર્થી ગણાતા પરસોતમ હિરાવાલાનાં નામથી જાણીતા લેવીસ ગ્રુપનાં રાજુભાઇ માલા સાથે મેટ્રો ગ્રુપ તેમજ ઇડન અને ફેસ ગ્રુપનાં રાજુભાઇ ધમાસણાનાં જુથ પર ઇન્કમ ટેકસ વિભાગે આજે સવારથી દરોડા પાડયા હતા રાજકોટ ઇન્કમ ટેકસ વિભાગની ટીમને ગઇકાલે સાંજે અમદાવાદ બોલાવવામા આવી હતી ત્યાથી વહેલી સવારે આવક વિભાગનો કાફલો અમદાવાદથી વાકાનેર થઇ મોરબી તરફ લઇ જવામા આવ્યો હતો અને મોરબીમા સિરામીક જુથ પર દરોડા પાડવામા આવ્યા હતા . વહેલી સવારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમા સિરામીક જુથ ઉંઘતુ ઝડપાયુ હતુ.
તપાસ દરમ્યાન આ સિરામીક જુથ સાથે રાજકોટમા પણ તપાસ શરુ કરવામા આવી છે. લેવીસ ગ્રુપનાં મોરબી ખાતે આવેલા ઓફીસ તેમજ ફેકટરી ઉપરાંત રાજકોટ ખાતે રહેતા કંપનીનાં ડીરેકટરોને ત્યા સર્ચ ઓપરેશન શરુ કરવામા આવ્યુ છે. આ ગ્રુપ સાથે જોડાયેલા રાજકોટનાં બે બિલ્ડરો તેમજ કપાસનાં બે ટોચનાં વેપારીઓ પણ ઇન્કમ ટેકસનાં જપ્ટે ચડયા છે . ઇન્કમ ટેકસ વિભાગની તપાસમા પ્રારંભમા જ બેનામી વ્યવહારોનાં ચોપડા મળી આવ્યા છે.
મોરબીનુ લેવીસ ગ્રુપ 1999 થી સિરામીક ક્ષેત્રે મોટુ નામ ધરાવે છે. ઉ5રાંત લેવીસ ગ્રેનીટો પ્રા. લી. કંપની સાથે લેકમી, લીવા, સિલ્ક નામની સિરામીક ગ્રુપ પર તપાસ શરુ કરવામા આવી છે. ઉપરાંત મેટ્રો ગ્રુપને ત્યા પણ તપાસ શરુ કરવામા આવી છે. મોરબીનાં રવાપર રોડ તેમજ ઢુવા ખાતે આવેલી ફેકટરી અને રાજકોટ ખાતે આવેલા રહેણાંક ખાતે સર્ચ ઓપરેશન શરુ કરવામા આવ્યુ છે ઉ5રાંત કંપનીનાં ડીરેકટરો અને ભાગીદારોનાં બેંક એકાઉન્ટ અને બેંક લોકરો અંગે પણ તપાસ શરુ કરી બેંક લોકરો સીલ કરવામા આવ્યા છે . આ દરોડામા કરોડોની કરચોરી બહાર આવે તેવી શકયતા છે.
હાજીપીરની કેમિકલ કંપનીમાં રાજકોટની ટીમનું સર્ચ ઓપરેશન
કચ્છના હાજીપીર ખાતે આવેલ બ્રોમીંગ કેમીકલ નામની કંપનીમા ચેન્નાઇથી આવેલી ટીમે દરોડા પાડયા હતા . અને પાંચ દીવસ સુધી તપાસ કરી રવીવારે ઓપરેશન પુરુ કરી મોટા બેનામી વ્યવહારોનાં ચોપડા કબજે કરવામા આવ્યા હતા. મુળ ચેન્નાઇ ખાતે આવેલી કેમીકલ બનાવતી આ બ્રોમીંગ કેમીકલની સાથે જોડાયેલી આર્યન પ્રા. લી. નામની કંપનીમા ચેન્નાઇની મુખ્ય ઓફીસ ખાતેથી તપાસ દરમ્યાન બેનામી વ્યવહારોની લીંક મળી હતી . જેનાં આધારે રાજકોટ આવક વેરા વિભાગની ટીમે આ કેમીકલની કંપનીમા 4 દિવસ સુધી તપાસ કરીને આ અંગેનો રીપોર્ટ ચેન્નાઇ સોંપ્યો હતો રવીવારે પુર્ણ થયેલા આ ઓપરેશન બાદ રાજકોટ આવકવેરા વિભાગે આજે બીજુ મોટુ ઓપરેશન હાથ ધર્યુ છે.
