વેરાવળમાં ઉમેદવાર 1 મિનિટ મોડા પડયાનું જણાવી ફોર્મ સ્વીકાર્યુ નહીં

વેરાવળમાં નગરપાલિકા ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થતાં રાજકીય તણાવ સર્જાયો છે. ચૂંટણી અધિકારીએ નિયત સમયમર્યાદામાં ઉમેદવાર હાજર ન રહેતા ફોર્મ અસ્વીકાર કર્યાનું…

વેરાવળમાં નગરપાલિકા ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થતાં રાજકીય તણાવ સર્જાયો છે. ચૂંટણી અધિકારીએ નિયત સમયમર્યાદામાં ઉમેદવાર હાજર ન રહેતા ફોર્મ અસ્વીકાર કર્યાનું જણાવ્યું છે. કોંગ્રેસે આ નિર્ણયને અયોગ્ય ગણાવી વિરોધ નોંધાવ્યો છે.

આ અંગેની જાણ થતાં જ કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તાત્કાલિક ચૂંટણી કાર્યાલય પહોંચ્યા હતા. તેમણે ઉમેદવારનું ફોર્મ સ્વીકારવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન ધારાસભ્ય અને ચૂંટણી અધિકારી વચ્ચે લગભગ અડધો કલાક સુધી તીવ્ર દલીલો થઈ હતી, જેના કારણે સ્થળ પર તંગદિલી નો માહોલ સર્જાયો હતો.

સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ ચૂંટણી અધિકારી પર આક્ષેપો કરતા જણાવ્યું કે અધિકારી નિષ્પક્ષતા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. આ અંગે તંત્રએ સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી નિયમ મુજબ નિયત સમય બાદ આવેલા ઉમેદવારનું ફોર્મ સ્વીકારવું શક્ય નથી.

તેમણે જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા નિયમો અનુસાર જ કરવામાં આવી છે. કોંગ્રેસે આ સમગ્ર મામલે જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવાની જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *