ઉપલેટાના મોટીપાનેલીમાં ભાણેજને મેસેજ કરનાર યુવકના ઘરે મામા સહિતનાનો આતંક

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા એક પરિવારના યુવકે યુવતીને કરેલા મેસેજનો ખાર રાખી સ્કોરપીયો કારમાં આવેલા બે શખ્સોએ આ આતંક મચાવ્યો હતો. યુવતીના મામા…

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા એક પરિવારના યુવકે યુવતીને કરેલા મેસેજનો ખાર રાખી સ્કોરપીયો કારમાં આવેલા બે શખ્સોએ આ આતંક મચાવ્યો હતો. યુવતીના મામા અને તેના મિત્રએ યુવકના ઘરે આવીને કુહાડી બતાવી, બિભત્સ ગાળો આપી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલાએ ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉપલેટાના મોટી પાનેલી ગામે રહેતા અનીષાબેન હાજીભાઇ હારૂૂનભાઇ સુંભણીયાએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં રિઝવાન અબ્દુલભાઇ ઝુણેજા અને મહેશભાઇ ચંદ્રવાડીયા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના દીકરાએ આરોપી રિઝવાનની ભાણેજને મોબાઈલમાં મેસેજ કર્યો હતો. આ વાતનો તીવ્ર ખાર રાખીને રિઝવાન અબ્દુલભાઇ ઝુણેજા પોતાની સ્કોરપીયો કાર લઈને અનીષાબેનના ઘર પાસે આવ્યો હતો. તેની સાથે મહેશભાઇ ચંદ્રવાડીયા પણ હાજર હતો. બંને શખ્સોએ ગાડીમાંથી ઉતરી અનીષાબેન તથા તેમના પતિ હાજીભાઇ સાથે ઝઘડો શરૂૂ કર્યો હતો.

વાત આટલેથી ન અટકતા, આરોપી મહેશભાઇ ચંદ્રવાડીયાએ અનીષાબેન અને તેમના પતિને ડરાવવાના ઈરાદે હાથમાં રહેલી કુહાડી બતાવી હતી. આરોપીઓએ દંપતીને જાહેરમાં અતિશય ભુંડી ગાળો ભાંડી ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ, જો આ બાબતે આગળ કોઈ વાત થશે તો જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે ફરિયાદી અનીષાબેનની ફરિયાદના આધારે અબ્દુલભાઇ ઝુણેજા અને મહેશભાઇ ચંદ્રવાડીયા સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. પોલીસે આ મામલે સ્કોરપીયો કાર તથા હથિયાર કબજે કરવા અને આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે. વધુ તપાસ ઉપલેટા પોલીસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *