અપક્ષ ઉમેદવારે ચૂંટણી લડવાની કરેલી જાહેરાત ધૂળધાણી થઈ
સલાયામાં હાલ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ હોઈ ઉમેદવારો ફોર્મ ભરવામાં લાગી ગયા છે. એવામાં સલાયામાં એક બહુ હાસ્યાસ્પદ કિસો હાલ ટોક ઓફ ધ ટાઉન બનેલ છે. જેમાં એક કર્ક રાશિના વ્યક્તિ દ્વારા ઘણા સમયથી એક રાજકીય પક્ષમાં ગાડા નીચે કૂતરું હાલ્યું જતું હોઈ એમ કામ કરતો હતો. અને આ પક્ષથી એમને સલાયા નગર પાલિકાની ચૂંટણી લડવી હતી.
પરંતુ સલાયાના એક પીઢ રાજકીય વ્યક્તિએ પોતાની ચાણક્ય નીતિથી એવા પાસા ગોઠવતા એ પક્ષમાંથી એને ટિકિટ મળવી મુશ્કેલ બની હતી! બાદમાં સોશ્યલ મીડિયા મારફતે અપક્ષ ઉમેદવારી નોંધાવશે એવી ડંફાસો કરી હતી અને કહ્યું હતું કે રાજકીય પક્ષોમાં ખડભડાટ મચી ગયો હતો. વાસ્તવમાં વેલ્યુ વગરના આં વ્યક્તિની ચૂંટણી લડવાથી કોઈ ને કઈ ફેર પડતો નહતો. બાદમાં આં કહેવાતા આગેવાન દ્વારા સલાયાના પાછલી બજારના વિસ્તારમાંથી માંડમાંડ ટેકડારોની ઝેરોક્ષ એકઠી કરી અને મોટે ઉપાડે ફોર્મ ભરવા ગયા હતા.
ત્યાં જાણવા મળેલ જે પોતાનું નામ મતદાર યાદીમાં મિસીંગ છે!!! એટલે ફોર્મ ભરી શકાય એવું હતું નહિ. જેથી ભોંઠપ અનુભવતા ગઈ કાલે સાંજે થૂંકેલું ચાટયું હતું. અને સમાધાન કર્યાના એહવલો સોશ્યલ મીડિયામાં મૂક્યા હતા પરંતુ હકીકત જોતા ચૂંટણીમાં ફોર્મ નાં ભરી શકે એમ હોઈ સામે ચાલીને પોતાને આવતી શરમના લીધે સમાધાન કરવા પહોંચ્યા હોઈ એવું જણાતું હતું. આમ આં કહેવાતા કર્ક રાશિના વ્યક્તિને અપક્ષ ફોર્મ ભરી ચૂંટણી લડવી હતી. જેના અભરખા અધૂરા રહ્યા હતા. આમ હાલ આં કિસ્સો સલાયામાં ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.
