રોહીદાસપરામાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

શહેરમાં કુવાડવા રોડ પર રોહીદાસપરામાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ફિનાઇલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી…

શહેરમાં કુવાડવા રોડ પર રોહીદાસપરામાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ફિનાઇલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવ મળતી વિગત મુજબ રોહીદાસપરામાં રહેતી લક્ષ્મીબેન મુકેશભાઇ પનારા નામની 32 વર્ષની યુવતીએ ફિનાઇલ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં લક્ષ્મીબેન પનારા છેલ્લા 9 વર્ષથી સંજય મકવાણા સાથે લીવઇનમાં રહે છે. સસરા નટુભાઇ દારૂ પીને ગાળો ભાંડતા હોવાથી લક્ષ્મીબેને ગૃહકલેશથી કંટાળી ફિનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં દૂધ સાગર રોડ પર ભગવતી સોસાયટીમાં રહેતા વિરમ જેન્તીભાઇ સાતડીયા નામના 22 વર્ષના યુવાને જિંદગીથી કંટાળી ફિનાઇલ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *