હળવદના રણમલપુરમાં સરપંચે દીકરાના નામના વાઉચર બનાવતા ડીડીઓએ હોદા પરથી હટાવ્યા

હળવદ તાલુકાનાં રણમલપુર ગામના સરપંચે વિવિધ વિકાસના કામો કર્યા હતા. ત્યાર બાદ તેના વાઉચર પોતાના દીકરા પાસેથી બનાવ્યા હતા. અને તેના નામનું વાઉચર હોવાથી ડીડીઓ…

હળવદ તાલુકાનાં રણમલપુર ગામના સરપંચે વિવિધ વિકાસના કામો કર્યા હતા. ત્યાર બાદ તેના વાઉચર પોતાના દીકરા પાસેથી બનાવ્યા હતા. અને તેના નામનું વાઉચર હોવાથી ડીડીઓ દ્વારા સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરી દેવામાં આવેલ છે.હળવદ તાલુકાના રણમલપુર ગામના સરપંચ મુનાભાઈ દેવાભાઈ રાઠોડે હોદ્દા ઉપરથી દૂર કરી દેવામાં આવ્યા હતા. જેની મળતી વિગતો મુજબ રણમલપુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા હતા.

સરપંચે બ્લડ રિલેશન ધરાવતા વ્યક્તિને કામ ન આપી શકે તેમ છતાં પોતાના દીકરા પ્રવીણભાઈને કામ આપીને તેના વાઉચર બનાવ્યા હતા. જેની ફરિયાદ ડીડીઓને કરવામાં આવી હતી. જેથી સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવેલ છે. હાલમાં સરપંચનો ચાર્જ ઉપસરપંચ અરવિંદભાઈ વરમોરાને આપવામાં આવ્યો છે. અગાઉ આ ગામના સરપંચ જાગૃતિબેન હતા ત્યારે બજેટ મંજૂર થયું ન હતું. જેથી કરીને ડીડીઓ દ્વારા ત્યારે આખી બોડીને સસ્પેન્ડ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *