રાજકોટમાં ભરબપોરે AQI 165 સુધી પહોંચ્યુ શહેરીજનો ‘અનહેલ્ધી’ હવામાં શ્ર્વાસ લેવા મજબૂર

દેવદિવાળીના ફટાકડાથી આરોગ્ય પર ગંભીર જોખમ સર્જાયુ રાજકોટ શહેરમાં હવાની ગુણવત્તાને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 165 પર પહોંચી…

દેવદિવાળીના ફટાકડાથી આરોગ્ય પર ગંભીર જોખમ સર્જાયુ

રાજકોટ શહેરમાં હવાની ગુણવત્તાને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 165 પર પહોંચી જતાં હવાની ગુણવત્તા ’અનહેલ્ધી’ શ્રેણીમાં નોંધાઈ છે. 21 નવેમ્બર 2026ના રોજ બપોરે 12:31 વાગ્યે નોંધાયેલા આંકડા મુજબ રાજકોટની હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. દેવદિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડા ફૂટવાથી આ પ્રદૂષણ વધ્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટનો AQI 165 નોંધાયો છે. જ્યારે હવામાં PM2.5નું પ્રમાણ 76 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર અને ઙખ10નું પ્રમાણ 99 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર નોંધાયું છે. હવામાં રહેલા આ સૂક્ષ્મ પ્રદૂષક કણો શ્વાસ મારફતે શરીરમાં પ્રવેશી શકે છે, જેના કારણે ખાસ કરીને શ્વસનતંત્રની સમસ્યા ધરાવતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

હવાની ગુણવત્તા બગડવાની સ્થિતિમાં અસ્થમા, શ્વાસની તકલીફ અને એલર્જી ધરાવતા દર્દીઓએ વિશેષ સાવચેતી રાખવાની જરૂૂર છે. બાળકો, વૃદ્ધો અને સંવેદનશીલ લોકો માટે પણ પ્રદૂષિત હવા સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. બીજી તરફ, હવામાનની સ્થિતિની વાત કરીએ તો રાજકોટમાં 29 ડિગ્રી તાપમાન સાથે તડકો નોંધાયો હતો. ભેજનું પ્રમાણ 19 ટકા, પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક અને યુવી ઇન્ડેક્સ 6 નોંધાયો હતો.

શહેરમાં AQI 165 સુધી પહોંચતાં હવાની ગુણવત્તા અંગે ચિંતા વધી છે. ત્યારે નાગરિકોએ બિનજરૂૂરી બહાર નીકળવાનું ટાળવું, પ્રદૂષણવાળા વિસ્તારોમાં લાંબો સમય રહેવાનું ટાળવું અને શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તબીબી સલાહ લેવી હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *