મોરબીમાં અનેક લોકો વ્યાજખોરોના ચુંગલમાં ફસાયા છે પોલીસ લોક દરબાર સહિતના કાર્યક્રમો કરે છે પરંતુ વ્યાજખોરીના દુષણને ડામવામાં પોલીસ સદંતર નિષ્ફળ રહી છે એક બાદ એક વ્યાજખોરોના આતંકના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે જેમાં એક પટેલ આધેડે વ્યાજ સહીત રકમ ચૂકવ્યા છતાં બળજબરીથી લખાણ કરાવી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના પંચાસર રોડ ન્યુ ચંદ્રેશ ગરબી ચોકમાં રહેતા શૈલેષભાઈ ભીખાભાઈ જીવાણીએ આરોપી વિપુલભાઈ અવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે દસ માસ પહેલા મિત્ર અલ્પેશભાઈ પટેલને પાર્ટનરમાં રહેવા માટે જુના બેરલ અને જૂની બેગ વેચવા વાત કરી હતી અને રામ ચોક ઢાળિયા પાસે રુદ્રાક્ષ ફાઈનાન્સ ઓફિસે આવેલ છે ત્યાં કરી હતી ત્યારે રોકાણ કરવા રૂૂપિયા ના હોવાથી અલ્પેશભાઈને અત્યારે તમે રોકાણ કરો રૂૂપિયા આવશે ત્યારે ધંધામાં ભાગે પડતા રૂૂપિયા આપી દઈશ એકાદ મહિના બાદ ધંધામાં રૂૂપિયાની જરૂૂર પડતા મિત્ર વિપુલભાઈ અવાડીયાની નવયુગ ગારમેન્ટ સામે આવેલી જમાવટ સિલેકશનમાં ગયા હતા અને બેન્કના સહી કરેલા કોરા બે ચેક લઈને આવવાનું કહેતા વિપુલભાઈને આપ્યા હતા અને રૂૂ 6 લાખ રોકડા છ માસ પૂરતા આપ્યા હતા જેની નોટરી લખાણ પર સહી કરાવ્યું અને દરરોજનું રૂૂ 18,000 વ્યાજ ચૂકવતો હતો વ્યાજ સવા મહિનો ચુકવ્યું હતું અને વ્યાજના રૂૂપિયા રોકડા અને ઓનલાઈન ચૂકવતો હતો.
ત્રણેક મહિના બાદ વ્યાજે લીધેલા 6 લાખનું વ્યાજ ચૂકવાય તેમ ના હોવાથી વિપુલભાઈ પાસેથી બીજા રૂૂ 9 લાખ રોકડા છ માસ પૂરતા લીધા હતા બદલામાં વિપુલભાઈએ બળજબરીથી એક્સીસ બેન્કના ચાર શી કરેલા કોરા ચેક લીધા હતા અને નોટરી લખાણ પર સહી કરાવી હતી જેનું રોજનું રૂૂ 23,000 વ્યાજ ચૂકવતો હતો વ્યાજ દોઢેક મહિનો ચુકવ્યું બાદમાં વ્યાજના રૂૂપિયા ભરવા વધુ રૂૂપિયાની જરૂૂરત પડતા વિપુલભાઈ પાસેથી બીજા રૂૂ 5 લાખ લીધા જેનું રોજનું 8 હજાર વ્યાજ ચૂકવતો હતો અને એકાદ મહિનો વ્યાજ ચુકવ્યું હતું.
આશરે એકાદ મહિના બાદ વિપુલભાઈ પાસેથી લીધેલા રૂૂ 20 લાખના વ્યાજની રકમ દરરોજનું રૂૂ 55 હજાર વ્યાજ ચૂકવતો હતો અને 25 દિવસ ચુકવ્યું હતું વ્યાજની રકમ વધુ હોવાથી વિપુલભાઈ પાસેથી બીજા રૂૂ 4 લાખ લીધા હતા અને રોજનું રૂૂ 12,000 વ્યાજ ચૂકવતો હતો બાદમાં વ્યાજ ચુકવવા રૂૂ 4,50,000 બે માસ પૂરતા લીધા હતા જેનું રોજનું રૂૂ 12,000 વ્યાજ ચૂકવતો હતો બે અઢી મહિના બાદ વિપુલભાઈ પાસેથી લીધેલ રૂૂપિયાનું વ્યાજ વધી જતા રૂૂ 7 લાખ લીધા હતા અને વિપુલભાઈએ પહેલા રૂૂ 5 લાખ અને બે ત્રણ દિવસ બાદ રૂૂ 2 લાખ આપ્યા હતા રૂૂ 7 લાખ છ માસ પૂરતા લીધા હતા.
આમ વિપુલભાઈ પાસેથી કુલ રૂૂ 35,50,000 ધંધામાં રોકાણ માટે લીધા હતા વ્યાજની રકમ રોજના રૂૂ 82,000 લેખે ચૂકવતો હતો અને વ્યાજની રકમ 19 દિવસ ચૂકવી બાદમાં રૂૂપિયા ના હોવાથી વિપુલભાઈને વ્યાજ ચૂકવવાનું બંધ કર્યું હતું થોડાક દિવસો બાદ વિપુલ્ભિયાએ દુકાને બોલાવી મને રૂૂપિયા ચૂકવી આપ કા મને તમારી પાસે જોડિયા તાલુકાના રસનાળ ગામે આવેલ નવ વીઘા જમીનનો દસ્તાવેજ મારા નામે કરી આપ નહિ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં તા. 09-09-25 ના રોજ વિપુલભાઈએ ફોન કરી એપલ દવાખાના પાસે બોલાવ્યો હતો અને કિયા ગાડીમાં બેસાડી ડીસ્ટ્રીક બેંક પીઠડ જામનગર લઇ ગયો હતો અને બેંકમાં રૂૂ 1,33,000 ચેકથી ભરેલ અને નોડીયુ સર્ટીફીકેટ કઢાવ્યું તા. 11-09-25 ના રોજ જમીનનો દસ્તાવેજ વકીલ હિમાંશુ પોપટ પાસે સબ રજીસ્ટ્રાર તા. જોડિયા ખાતે કરાવ્યો હતો અને વિપુલભાઈએ રૂૂ 7,27,000 નો કોટક મહિન્દ્રા બેંકનો ચેક જંત્રી મુજબ આપ્યો હતો જે ચેક હજી જમા થવા દીધો નથી વિપુલભાઈએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
