મા ખેત મજૂરી અર્થે આવેલા સમીક પરિવારની સગીરાને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો પિતાના ઠપકા થી માઠું લાગી આવતા પુત્રી એ ઝેરી દવા પી લીધી હતી સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોટડા સાંગાણીમાં પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવેલી નિશુબેન લવકેશભાઇ ઠાકુર નામની 17 વર્ષની સગીરા સવારના અગિયારેક વાગ્યાના અરસામાં વાડીએ હતી. ત્યારે તેના પિતા લવકેશભાઈ ઠાકુરે કામ બાબતે ઠપકો આપતા તેણીને લાગી આવ્યું હતું. આવેશમાં આવેલી સગીરાએ ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં નિશુ ઠાકુર મૂળ મધ્યપ્રદેશની વતની છે અને એક ભાઈ ત્રણ બહેનમાં મોટી હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં ગોંડલના ભરૂૂડી ગામે રહેતો સરોજપ્રેમી પરમદેવદાસ બિહારી નામનો 25 વર્ષનો યુવાન ઝાડ ઉપર ચડ્યો હતો ત્યારે તે વીજ વાયરને અડી જતા વીજ શોક લાગ્યો હતો. યુવકને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
