જસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધો

મામાના ઘરે અમરાપુર રહેતી સગીરા બે દિવસ પહેલા જ માતા-પિતાના ઘરે દેવપરા આવી હતી જસદણ તાલુકાના દેવપરા ગામેરહેતી એક 17 વર્ષીય સગીરાએપોતાની વાડીનામકાનમાં ફાંસોખાઈને આપઘાતકરી…

મામાના ઘરે અમરાપુર રહેતી સગીરા બે દિવસ પહેલા જ માતા-પિતાના ઘરે દેવપરા આવી હતી

જસદણ તાલુકાના દેવપરા ગામેરહેતી એક 17 વર્ષીય સગીરાએપોતાની વાડીનામકાનમાં ફાંસોખાઈને આપઘાતકરી લેતા સમગ્રપંથકમાં ચકચારમચી ગઈ હતી.

મૃતક સગીરાએ તેની માતાએફોનમાં વાત કરવાની ના પાડતાઆ પગલું ભર્યું હોવાનું પ્રાથમિકતપાસમાં સામે આવ્યું હતું. સગીરાએ આપઘાત કરતાં પહેલાં પોતાના મોબાઈલ ફોનનુંસીમકાર્ડ મોઢામાં નાખીને ચાવીપણ ગઈ હતી. જસદણ પોલીસેઆ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, દેવપરાગામમાં રહેતી હિરલ રાજુભાઈડાભી (ઉ.વ. 17) નામની સગીરછેલ્લા એક વર્ષથી તેના મામાનાઘરે અમરાપુર ગામે રહેતી હતી.બે દિવસ પહેલા જ તે દેવપરાગામે તેના માતા-પિતાના ઘરેઆવી હતી. ગત મોડી રાત્રે તેનીમાતાએ તેને ફોનમાં વાત કરવાનીના પાડતા તે ઉશ્કેરાઈ ગઈ હતી.

આ વાતનું માઠું લાગતા સગીરાએતેના મોબાઈલનું સીમકાર્ડ કાઢીનેમોઢામાં નાખી દીધું હતું અનેચાવી ગઈ હતી. ત્યારબાદ તેણેપોતાની વાડીના મકાનમાં જઈનેદુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો હતો.આ ઘટનાની જાણ પરિવારજનોનેથતાં તેઓ તાત્કાલિક ત્યાંપહોંચ્યા હતા અને તેને નીચેઉતારી હતી, પરંતુ ત્યાં સુધીમાંતેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.આ ઘટનાની જાણ થતાં જજસદણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સગીરાનામૃતદેહને પોસ્ટમોર્ટમ માટેસરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુંહતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *