ગોંડલમાં નગર પાલિકા,તાલુકા,જીલ્લા પંચાયત ની ચુંટણીઓ પુર્વે રાજકારણ ગરમાયું છે.છેલ્લા કેટલાક સમય થી સુસુપ્ત રહેલુ રાજકારણ ગરમી પકડી રહ્યુ છે.ત્યારે પાટલી બદલવાની મૌસમ પણ ખીલી ઉઠી છે. શહેર મહીલા કોંગ્રેસ નાં પ્રમુખ ક્રિષ્નાબેન રાજેશભાઈ તન્ના તથા શહેર કોંગ્રેસ મહામંત્રી દિપકભાઈ પટેલે કોંગ્રેસ ને રામરામ કરી ભાજપ નો ભગવો અંગીકાર કર્યો છે.આ બન્ને આગેવાનોને ભાજપ મોવડી તથા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ ભાજપ નો ખેસ પહેરાવી આવકાર્યા છે.ક્રિષ્નાબેન તન્ના મુળ ભાજપી છે.પરંતુ નારાજગી સાથે ભાજપ છોડી કોંગ્રેસ નો હાથ જાલ્યો હતો.પાંચ વર્ષ બાદ તેમણે ફરી ઘર વાપસી કરી છે.
બીજી બાજુ તાલુકા ભાજપ ના પુર્વ ઉપપ્રમુખ અઢી દશકા થી સંગઠન માં રહી ચુકેલા મેહુલભાઈ આસોદરીયા ઉપરાંત જુના ભાજપી રતિલાલ લુણાગરીયા એ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી નું ઝાડુ પકડ્યુ છે.આપ નાં નેતા જીગીશાબેન પટેલે બન્ને આગેવાનોને આપ માં વિધિવત પ્રવેશ આપ્યો છે. ગોંડલ સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણીઓ માં ત્રિપાંખીયો જંગ ખેલાવાની શક્યતાઓ વચ્ચે ઘણા સમીકરણો બદલે તેવી ચર્ચાઓ છે.
