સાયલાના ધાંધલપુર ગામે આધેડે ધતુરાના પાન ખાતા તબિયત લથડી
ચોટીલામા આવેલા જયોતિનગરમા રહેતા વિનોદ મંગાભાઇ વાઘેલા (ઉ.વ. 37) સવારના સાડા દસેક વાગ્યાના અરસામા ચોટીલામા આવેલા નવા માર્કેટ યાર્ડમા હતો ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. જયારે ગોંડલમા જેતપુર રોડ પર આવેલી આવકાર સોસાયટીમા રહેતા કૌશીક અશોકભાઇ મુસડીયા (ઉ.વ. ર0) પોતાના ઘરે હતો ત્યારે અકળ કારણસર જવલનસીલ પ્રવાહી પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર બંને યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય બનાવમા સાયલાના ધાંધલપુર ગામે રહેતા મુકેશભાઇ લાભશંકરભાઇ દવે નામના પ0 વર્ષના આધેડ રાત્રીના આઠેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતા ત્યારે કોઇ અગમ્ય કારણસર ધતુરાના પાન ખાઇ લીધા હતા. આધેડને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.