પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી કરેલો હુમલો
બોટાદના ગઢડામાં એક નામચીન બુટલેગરે જૂની અદાવતમાં એક મહિલા પર છરીથી હુમલો કર્યો હતો. નશામાં ધૂત બુટલેગરના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલા અને તેના પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે ફરી સવાલો ઉભા થયાં છે. બોટાદના ગઢડામાં એક નામચીન બુટલેગરે જૂની અદાવતમાં એક મહિલા પર છરીથી હુમલો કર્યો હતો. નશામાં ધૂત બુટલેગરના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલા અને તેના પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ હુમલો પોલીસમાં અરજી કરવા મુદ્દે થયો હોવાનું જાણવા મળ્યું છે.
બોટાદના ગઢડામાં નશાખોરો બેફામન બન્યાં છે. ગઢડા રોડ મોચીપરા વિસ્તારમાં નામચીન બુટલેગર મહેશ વાટુકિયા હેરાનગતિ કરતો હોવાથી મહિલાએ પોલીસમાં અરજી કરી હતી. જેના કારણે બુટલેગરે અદાવત રાખીને મહિલાના ઘરે જઈને ઝપાઝપી કરી હતી. તેણે સોનલબેન અને તેમના પુત્ર પર છરીથી હુમલો કર્યો હતો. માતા અને પુત્રને ઈજા થતાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
મહેશ વાટુકિયા લાંબા સમયથી દારૂૂનો ધંધો કરે છે અને વિસ્તારમાં લોકોને ખૂબ હેરાન કરતો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો. સમગ્ર હુમલાની ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હુમલા પહેલા મહિલાએ કરેલી અરજી બાબતે કોઈ એક્શન નહીં લેનાર પોલીસે હુમલો થયા બાદ આરોપી સામે તપાસ હાથ ધરી છે.
