ગુજરાત પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, LRD-PSIની શારીરિક કસોટીની તારીખ જાહેર

  ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRD (લોકરક્ષક દળ) અને PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)…

 

ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRD (લોકરક્ષક દળ) અને PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટીની તારીખ જાહેર જાહેર કરી છે. PSI અને LRDની કુલ 13,591 જગ્યાઓની ભરતી માટે શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરી 2026થી શરૂ થવાની છે.

https://x.com/GPRB_GNR/status/2007416230698008732?s=20

આગામી 21 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ સેન્ટરો પર દોડ અને અન્ય શારીરિક કસોટીઓનો વિધિવત પ્રારંભ થશે. PSI અને LRD જેવી મહત્વપૂર્ણ કેડરની ભરતી માટે શારીરિક કસોટી મહત્વપૂર્ણ માપદંડ ગણાય છે. તેથી ઉમેદવારોને તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા તથા શારીરિક ધોરણો અંગે પૂર્વ તૈયારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જોકે, શારીરિક કસોટી માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ ભરતી બોર્ડ દ્વારા જાણાવાયું છે.

ગ્રેજ્યુએશન(સ્નાતક) કરેલું હશે તે ઉમેદવારો PSI માટે અરજી કરી શકશે. પોલીસ સબ ઇન્સ્પેકટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગૃપ-2નો સમાવેશ થાય છે. લોકરક્ષક(LRD)ની 12733 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *