હું ઉપર જાવ છું; પિતાને ફોન કરી ઇન્સ્ટા. કવીન તોફાની રાધાનો આપઘાત

રાજકોટમાં પરિવારથી અલગ રહેતી રાધા ધામેચાએ પિતા પહોંચે તે પહેલાં ભાડાના મકાનમાં ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી રાજકોટમા છેલ્લા પ વર્ષથી પરીવારથી અલગ રહેતી અને…

રાજકોટમાં પરિવારથી અલગ રહેતી રાધા ધામેચાએ પિતા પહોંચે તે પહેલાં ભાડાના મકાનમાં ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી

રાજકોટમા છેલ્લા પ વર્ષથી પરીવારથી અલગ રહેતી અને અનેકવાર પોલીસ ચોપડે ચડી ચુકેલી તેમજ ઇન્સ્ટાગ્રામ કિવન તરીકે જાણીતી થયેલી તોફાની રાધા નામની યુવતીએ પિતાને ફોન કરી હુ જાઉ છુ તેમ કહી કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતીનાં આપઘાતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા રૈયા તુલસી માર્કેટ સામે સિલ્વર કોમ્પલેક્ષમા રહેતી અને ઇન્સ્ટાગ્રામ કિવન તરીકે જાણીતી તોફાની રાધા ઉર્ફે રાધીકાબેન હર્ષદબેન ધામેચા નામની ર6 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે રાત્રીનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા ગળેફાંસો ખાઇ લીધો હતો. તોફાની રાધા ઉર્ફે રાધીકા ધામેચાને બેભાન હાલતમા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવી હતી. જયા તેની સારવાર કારગત નીવડે તે પુર્વે ફરજ પરના તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો. યુનિવર્સીટી પોલીસે જરુરી કાર્યવાહી કરી યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.

પ્રાથીમક તપાસમા મૃતક તોફાની રાધા ઉર્ફે રાધીકા ધામેચા એક ભાઇ ત્રણ બહેનમા મોટી હતી તેનાં પિતા રિક્ષાનુ બોડીકામ કરે છે. તેનો પરીવાર સાધુવાસવાણી રોડ પર રહે છે. તોફાની રાધા ઉર્ફે રાધીકા ધામેચા છેલ્લા પાંચ વર્ષથી રૈયા તુલસી માર્કેટ સામે સિલ્વર કોમ્પલેક્ષમા એકલી રહે છે. તોફાની રાધા ઉર્ફે રાધીકા ધામેચા અનેક ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકી છે. જયારે તોફાની રાધા ઉર્ફે રાધીકા ધામેચા ઇન્સ્ટાગ્રામમા અઢળક ફોલોઅર્સ ધરાવે છે અને ઇન્સ્ટાગ્રામ કિવન તરીકે જાણીતી હતી. તાજેતરમા જ તોફાની રાધા ઉર્ફે રાધીકા ધામેચા ગોવા ખાતે ફરવા ગઇ હતી ગઇકાલે રાત્રીનાં પિતા હર્ષદભાઇ ધામેચાને ફોન કરી હુ જાઉ છુ તેમ કહયુ હતુ. જેથી ચિંતીત પિતા હર્ષદભાઇ ધામેચા તાત્કાલીક 10 જ મિનીટમા પુત્રીના ઘરે પહોંચ્યા હતા ત્યારે તોફાની રાધા ઉર્ફે રાધીકા ધામેચાનો મૃતદેહ જોવા મળ્યો હતો. તોફાની રાધા ઉર્ફે રાધીકા ધામેચાનાં આપઘાત પાછળનુ કારણ જાણવા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

દરેકની જિંદગીમાં એવો સમય આવે છે કે પાનું પલટાવું છે કે કિતાબ બંધ કરવી છે !
રાજકોટમા પરીવારથી અલગ રહેતી અને પોલીસ ચોપડે ચડી ચુકેલી ઇન્સ્ટાગ્રામ કિવન તોફાની રાધા ઉર્ફે રાધીકા ધામેચાએ પિતાને ફોન કરી હું ઉપર જાઉ છુ તેમ કહી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પુર્વે જ ઇન્સ્ટાગ્રામ કિવન તોફાની રાધા ઉર્ફે રાધીકા ધામેચાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટેટસમા દરેકની જીંદગીમાં એવો સમય આવે છે કે પાનુ પલટાવુ છે કે કિતાબ બંધ કરવી છે ! અને શોર મત કર અભી ગમો કી રાત હૈ ધજીયા ઉડા દેંગે બસ કુછ દીનો કી બાત હૈ જેવા સ્ટેટસ મુકયા હતા. જે ઇન્સ્ટાગ્રામમા તેના છેલ્લા યાદગાર સ્ટેટસ બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *