કલ્યાણપુરના ગાંધવી વિસ્તારમાંથી ગેરકાયદેસર માટી ચોરી પકડાઈ

કલ્યાણપુર વિસ્તારના સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતી દરિયાની ખારી રેતી સંદર્ભે પોલીસે ટ્રેક્ટર સહિતના વાહનો કબજે લઈ, ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ…

કલ્યાણપુર વિસ્તારના સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતી દરિયાની ખારી રેતી સંદર્ભે પોલીસે ટ્રેક્ટર સહિતના વાહનો કબજે લઈ, ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તેમજ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરીની પ્રવૃત્તિ બંધ કરવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનારા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને કલ્યાણપુર પોલીસ મથકના પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ કરમુર તથા સુમાતભાઈ વારોતરીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર નજીકના ગાંધવી ગામ પાસેના સિકોતેર બારાથી દરિયાની ખારી રેતી ભરીને રોયલ્ટી કે પાસ પરમિટ વગર ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રીતે વહન કરાતા પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી.

જેમાં જુદા-જુદા ટ્રેક્ટર તથા જેસીબી ના ચાલક મિલનગર ગુલાબગર રામદતી, જયેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજાને ઝડપી પાડ્યા હતા. ઉપરોક્ત શખ્સો દ્વારા ટ્રેક્ટરમાં દરિયાઈ રેતી ભરી, અને બિન અધિકૃત રીતે નીકળતા પોલીસે પરવાનગી વગર માટી (મોરમ)નું ખનન કરવા સબબ બે ટ્રેક્ટર તથા એક જેસીબી પકડી પાડી અને આગળની કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *