જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોન રેકેટનો પર્દાફાશ

જામનગરની જિલ્લા જેલમાં મોબાઈલ ફોનના ઉપયોગનું વધુ એક વખત નેટવર્ક જામનગર સાઈબર ક્રાઇમ સેલની ટીમ પકડી પાડયું છે. જામનગરની જિલ્લા જેલમાંથી મળી આવેલા મોબાઈલ ફોનની…

જામનગરની જિલ્લા જેલમાં મોબાઈલ ફોનના ઉપયોગનું વધુ એક વખત નેટવર્ક જામનગર સાઈબર ક્રાઇમ સેલની ટીમ પકડી પાડયું છે. જામનગરની જિલ્લા જેલમાંથી મળી આવેલા મોબાઈલ ફોનની કોલ ડીટેઇલના માધ્યમથી ઊંડાણ પૂર્વકની તપાસ બાદ પાંચ આરોપીઓ ના નામ ખુલ્યા હોવાથી પોલીસે પાંચ આરોપીઓની અટકાયત કરી લઈ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તેમજ જામનગર શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર આરોપીઓ સામે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લા જેલમાં જડતી દરમિયાન બિનવારસુ મોબાઈલ ફોન મળી આવ્યા બાદ જામનગર સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 તથા વર્ષ 2026માં અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા. આ ગુનાઓની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ. એ. ઘાસુરાએ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન સાયબર ટીમે ટેક્નિકલ માહિતી એકત્રિત કરીને તેનું વિશ્ર્લેષણ કર્યું હતું. તપાસમાં જિલ્લા જેલમાં રહેલા કેટલાક કેદીઓ ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવતાં તેમનો જેલમાંથી કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગરની જેલમાં રહેલા સાજીદભાઈ હારૂૂનભાઈ મુસાભાઈ મલેક (ઉ.વ. 43), રહે. નાના પાંચ દેવડા, તા. કાલાવડ, જી. જામનગર, નવાઝ જુમાભાઈ ઓસમાણભાઈ દેથા (ઉ.વ. 31), રહે. સિક્કા, જામનગર, ઉબેદુલ્લા ઉર્ફે ઉબેદ અબ્દુલભાઈ ઓસમાણભાઈ કોરડીયા (ઉ.વ. 32), રહે. રાણ ગામ, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા જાફર સીદીકભાઈ નુરમામદભાઈ જુણેજા (ઉ.વ. 29), રહે. ખોજાનાકા અંદર, ટીટોડીવાડી, જામનગર, અને જાહિર મહમદરફીકભાઈ હુશેનભાઈ સંધવાણી (ઉ.વ. 20), હાલ રહે. રૂૂખડીયાપરા, રાજકોટ (મૂળ વતન: માળીયા, જી. મોરબી) વગેરેની અટકાયત કરી લઈ તેઓનીષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, જ્યારે આ મોબાઇલ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું છે કે જિલ્લા જેલમાં મોબાઈલ ફોનના ગેરકાયદેસર ઉપયોગને સંપૂર્ણપણે અટકાવવા માટે આગળ પણ ટેક્નિકલ સર્વેલન્સ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *