ગીર સોમનાથ જિલ્લામાં ફરી ગેરકાયદે દબાણો ઉપર સરકારી બૂલડોઝર ફર્યા છે. હવે હજારો વીઘાના ગૌચર પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. 1 હજાર વીઘાથી વધુની ગૌચરની જમીન પર બુલડોઝર ફર્યુ છે.
ગીર ગઢડાના ધોકડવા ગામે દબાણો હટાવાયા કામગારી તેજ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે 1 હજાર વીઘાથી વધુની જગ્યાઓ પર દબાણો દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. ક્યાંક ગૌચરની જમીન પર બુલડોઝર ચાલ્યાં તો ક્યાંક ઉભા પાક પર ટ્રેક્ટરો ફેરવી દેવાયાં તો ક્યાંક આંબાના બગીચાઓના ગેરકાયદે દબાણો દૂર કર્યું છે. ગૌચરની જમીન પર સ્થાનિક લોકો અને ખેડૂતોએ ગેરકાયદે કબજો કરી લીધો હતો જ્યાં તંત્રનું જેસીબી ચાલ્યું છે. પોલીસના સુસ્ત બંધોબસ્ત વચ્ચે 5 ઉંઈઇ દ્રારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ છે.
અગાઉ પણ ગીરસોમનાથના દેવળી ગામમાં જ્યાં 700 વીઘા ગૌચરની જમીન પર સ્થાનિક લોકો અને ખેડૂતોએ ગેરકાયદે કબજો કરી લીધો હતો અને તેના પર ખેતી કરતા હતા. એટલું જ નહીં કેટલાક લોકએ તો નાળિયેરીના ઝાડનું પણ વાવેતર કરી નાખ્યું હતું. પરંતુ સરપંચની રજૂઆત પછી કલેક્ટરે આદેશ આપ્યા અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે દેવળી ગામ પહોંચી ગઈ. ગૌચરની જમીન પર જેટલું પણ દબાણ હતું. તે બધુ તોડી પાડવામાં આવ્યું. ગેરકાયદે બગીચા બનાવ્યા હતા તે ઉખાડી ફેંકવામાં આવ્યા. તો મગફળીના પાકમાં ટ્રેક્ટરો ફેરવી દેવાયાં. આમ સતત ત્રણ દિવસથી દેવળી ગામમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવાની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીથી સ્થાનિક લોકો પણ ખુશ જોવા મળ્યા હતા.