ભાવનગર રેન્જ ના આઈ.જી. આર.વી. અસારી ગુરુવારે ચાર્જ સંભાળશે

  રાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરતા 37 જેટલા IPS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ફેરબદલ અંતર્ગત ભાવનગર રેન્જને…

 

રાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરતા 37 જેટલા IPS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ફેરબદલ અંતર્ગત ભાવનગર રેન્જને નવા આઈજી મળ્યા છે. ભાવનગર રેન્જ આઈજી તરીકે રાજેન્દ્ર.વી. અસારી ની વરણી કરવામાં આવી છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂૂપે જે બદલીઓ કરવામાં આવી છે, તેમાં ભાવનગર રેન્જમાં ફરજ બજાવતા આઈજી ગૌતમ પરમાર ની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ હવે આર. વી. અસારી ભાવનગર રેન્જની જવાબદારી સંભાળશે. નવા આઈજી આર . વી.અસારી અગાઉ 17 વર્ષ પહેલા ભાવનગરમાં જિલ્લા પોલીસ વડા તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે. હવે આઈ જી તરીકે ગુરુવારે તેઓ ચાર્જ સંભાળછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *